તપાસ:દુષ્કર્મની ફરિયાદના 8 દિવસે પણ ફાયર સ્ટેશન ઓફિસર નિકુંજ આઝાદ પોલીસની પકડથી દૂર - Alviramir

તપાસ:દુષ્કર્મની ફરિયાદના 8 દિવસે પણ ફાયર સ્ટેશન ઓફિસર નિકુંજ આઝાદ પોલીસની પકડથી દૂર

વડોદરા42 મિનિટ પહેલા

  • કૉપી લિંક
  • મકરપુરા GIDCના ફાયર ઓફિસર સામે પાલિકા દ્વારા ખાતાકીય તપાસ હાથ ધરવામાં આવશે
  • પ્રેમિકાએ બ્લેકમેલ કરી નિકુંજ પાસે ~25 લાખ માગ્યાનો પત્નીનો આક્ષેપ

અકુદરતી સેક્સ અને દુષ્કર્મની ફરિયાદ નોંધાયા બાદના 8 દિવસ બાદ પણ મકરપુરા જીઆઈડીસી ફાયર સ્ટેશનનો સ્ટેશન ઓફિસર નિકુંજ આઝાદને હજુ પણ પોલીસ પકડી શકી નથી. જ્યારે કોર્પોરેશન નિકુંજ આઝાદ સામે ખાતાકીય પગલા ભરવાની તૈયારી હાથ ધરી છે.પોલીસ ફરિયાદ બાદ આરોપી નિકુંજ આઝાદની પત્નિએ તેના પતિને હનીટ્રેપમાં ફસાવવામાં આવ્યો હોવાનો આક્ષેપ લગાવ્યો છે.

આરોપી નિકુંજ આઝાદની પત્નિએ મકરપુરા પોલીસ મથક અને પોલીસ કમિશનર કચેરીમાં તેના પતિને હનીટ્રેપમાંથી મુક્ત કરવા બાબતે અરજી કરી હતી. જેમાં તેને જણાવ્યું હતું કે, તેના પતિ સાથે અમદાવાદની ડીવોર્સી મહિલાએ મિત્રતા ઉભી કરી છે. આ મહિલાને તેની બહેન સાથે ગેરકાનૂની ધંધા બાબતે ઝઘડો થતા તેને તેના ઘરમાંથી કાઢી મુકવામાં આવી હતી. વર્ષ 2020માં મહિલા કોરોનાના કારણે નિરાધાર થતા તેને નિકુંજ આઝાદનો સંપર્ક સાધીને મકાન અપાવવા આજીજી કરી હતી.

નિકુંજ આઝાદની પત્નીએ અરજીમાં વધુ જણાવ્યું છે કે, અમદાવાદની મહિલાની હાલત જોઈ તેના પતિને દયા આવી ગઈને વડોદરા ખાતે ભાડાનું મકાન અપાયું હતું. ત્યાર બાદ રૂા.15 લાખનું મકાન પણ અપાવ્યું હતું. ત્યાર બાદ આ મહિલાએ નિકુંજ સાથે નિકટતા કેળવ્યા બાદ રૂા.25 લાખની માંગણી કરી બ્લેકમેઈલ કરવાનું શરૂ કર્યું હતું. અત્રે ઉલ્લેખનીય છે કે, નિકુંજની પત્નિ દ્વારા આ અમદાવાદની મહિલા સામે ફરિયાદ નોંધવા માટે મકરપુરા પોલીસ મથક, એસીપી અને કમિશનર કચેરી સુધી અરજી કરવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે…

Leave a Comment