તપાસ:બુટવાડા અને વાલોડથી નદીમાં તણાઇ આવેલા 2 મૃતદેહ મળ્યા - Alviramir

તપાસ:બુટવાડા અને વાલોડથી નદીમાં તણાઇ આવેલા 2 મૃતદેહ મળ્યા

માયપુર5 મિનિટ પહેલા

  • કૉપી લિંક
  • એક મૃતદેહ સાદડવેલના આધેડનો અને બીજો બુટવાડાના યુવકનો

વાલોડ તાલુકામાં નદીમાં આવેલ નદી અને કોતરમાં આવેલ પૂરને કારણે બે લાશો ખેંચાઈ આવી હતી. વાલોડના કૃષ્ણકુંજ સોસાયટીની પાછળ વાલ્મિકી નદી કિનારા પાસે એક લાશ મળી આવી હોવાની માહિતીના આધારે વાલોડ પોલીસ અને જનસેવા ટ્રસ્ટના યુવાનો એક કિલોમીટર સુધી કાયદો કિચડમાં આવેલ લાશ સુધી પહોંચ્યા હતા, અને લાશ બહાર કાઢી લાવ્યા હતા, ત્યારબાદ લાશ અંગે તપાસ કરતા સાદડવેલ નિશાળ ફળિયુ ખાતે રહેતા તાલુકો સોનગઢ ખાતે રહેતા ગનાભાઈ મિચરાભાઈ ગામીત (60 )નાઓ તા.11 મીના રોજ પોતાના ખેતરમાં પાણીની પાઇપ કાઢતી વખતે નદીના પાણી ખેતરમાં આવી જતા પાણીના વહેણમાં તણાઈ જતા ડૂબી જવાને કારણે મરણ થયું હતું, અને તેમની લાશ વાલોડ સુધી ખેંચાઈ આવી હતી.

જ્યારે બીજી ઘટનામાં વાલોડના બુટવાડા રહેતા કોલી ફળિયા ખાતે રહેતા રાકેશભાઈ ધીરુભાઈ હળપતિ પોતાના ઘરેથી મશરૂમ શોધવા જાઉં છું તેમ કહી તા.14/07/2022 ના રોજ ચારેક વાગ્યાના સમય નીકળેલ હતા, જે બુટવાડા ગામની સીમમાં આવેલ વાડી, કોતર કિનારે, ઝાડીઝાંખરામાં મશરૂમ શોધવા ગયેલ હશે, ત્યારે પગ લપસી જવાના કારણે પાણીમાં તણાઈ જતા ડૂબી જવાના કારણે મરણ પામ્યા હોવાનું અને તેમની લાશ બુટવાડા નામની સીમમાં આવેલ પ્રભુભાઈ મગનભાઈ પટેલનાઓના ખેતરમાં બાજુમાં આવેલ વાવડી કોતરમાંથી મળી આવી હતી.

અન્ય સમાચારો પણ છે…

Leave a Comment