તપાસ:ભારત NCAPથી અકસ્માતની સંખ્યામાં ઘટાડો થશેઃ નિષ્ણાતો - Alviramir

તપાસ:ભારત NCAPથી અકસ્માતની સંખ્યામાં ઘટાડો થશેઃ નિષ્ણાતો

મુંબઈ30 મિનિટ પહેલા

  • કૉપી લિંક
  • નવા કાર્યક્રમ હેઠળ વાહનની સઘન તપાસ થાય છે

ભારતમાં માર્ગઅકસ્માતો રોકવા માટે સુરક્ષિત વાહનોની જરૂર છે. હમણાં સુધી નવી કારનું પરીક્ષણ ભારતીય કાર્યક્રમમાં હંગામી સુરક્ષિત કાર હેઠળ કરાતું હતું, જેમાં વૈશ્વિક નેશનલ કાર એસેસમેન્ટ પ્રોગ્રામ (એનસીએપી)નો સમાવેશ થતો હતો. જોકે હવે વૈશ્વિક એનસીએપી હેઠળ કાયમી કાર આકલન કાર્યક્રમ ભારત એનસીએપીને લીધે ભારતમાં એમ-1 શ્રેણીનાં વાહનો માટે પદ્ધતિસર પરીક્ષણ પ્રક્રિયાની ખાતરી રહેશે.

આને કારણે ગ્રાહકો કારની સુરક્ષાનાં ધોરણો વિશે માહિતગાર રહેશે અને માહિતગાર ખરીદી નિર્ણય લઈ શકશે, જેને લીધે ગ્રાહકોન વર્તનમાં બદલાવ આવશે અને વાહનમાં ખામીને લીધે થતા અકસ્માત અને તેને લઈ થતાં મૃત્યુમાં ઘટાડો કરવામાં મદદ થશે, એમ નિષ્ણાતો કહે છે.

ભારત એનસીએપી ટેસ્ટમાં શક્ય અથડામણના સંજોગોમાં વાહન અને તેમાંના પ્રવાસીઓને કેવી અસર થાય છે તે પાસાંઓનું પરીક્ષણ કરવામાં આવશે. સેવ લાઈફ ફાઉન્ડેશનના સ્થાપક અને સીઈઓ પીયુષ તિવારીએ જણાવ્યું હતું કે ભારત એનસીએપી એમ-1 શ્રેણીનાં વાહનોનાં સુરક્ષાનાં ધોરણોનું આકલન કરવા માટે ભારતીય અને આંતરરાષ્ટ્રીય પરિમાણોનું સંયોજન ઉપયોગ કરે છે. બીએનસીએપીનું લક્ષ્ય એઆઈએસ 197ને આધારે વાહનોનું પરીક્ષણ કરવાનું છે. ભારતમાં માર્ગ સુરક્ષા સુધારવા માટે સુરક્ષિત વાહનો પૂર્વઆવશ્યકતા છે. નવી પ્રણાલીને લીધે 2030 સુધી માર્ગ અકસ્માતમાં મૃત્યુ અને ઈજાનું પ્રમાણ 50 ટકા ઓછું થવાની ધારણા છે.

અન્ય સમાચારો પણ છે…

Leave a Comment