તપાસ:મેટ્રો કારશેડ આરેમાં ખસેડવા પાછળ 60,000 કરોડના ગોટાળાનો આરોપ - Alviramir

તપાસ:મેટ્રો કારશેડ આરેમાં ખસેડવા પાછળ 60,000 કરોડના ગોટાળાનો આરોપ

મુંબઈ2 કલાક પહેલા

  • કૉપી લિંક
  • મોકાની જમીનો બિલ્ડરોને તાસક પર ધરી આપવાનું કાવતરું: પર્યાવરણવાદીઓ

આરે કોલોનીમાં મેટ્રો-3 કારશેડની જગ્યા જંગલ જ હતું. કારશેડ નિમિત્તે રૂ. 60,000 કરોડનો જમીન ગોટાળો હોઈ તેના પુરાવા ટૂંક સમયમાં જ લોકો સામે લાવવામાં આવશે, એવો ગંભીર આરોપ આરે બચાવ સમૂહ દ્વારા કરવામાં આવ્યો છે. આરે કોલોની 2016 સુધી ઈકો- સેન્સિટિવ ઝોનનો હિસ્સો હતી, જ્યાં બાંધકામ પરવાનગી આપવા માટે મનાઈ કરવામાં આવી હતી. જોકે બિલ્ડરોના ફાયદા માટે આરે અને કાંજુરમાર્ગ આ બંને ઠેકાણે મેટ્રો પ્રકલ્પ માટે જરૂર કરતાં લગભગ 250 એકર વધુ જમીનનો દાવો કરવામાં આવી રહ્યો છે.

કાંજુરમાર્ગ ખાતે સૂચવવામાં આવેલી જગ્યા મહારાષ્ટ્ર સરકારની જ માલિકીની હતી, એમ પણ તેમણે જણાવ્યું છે. 2015 સુધી વન વિભાગે સર્વ આરે વિસ્તાર સંજય ગાંધી નેશનલ પાર્કના ઈએસઝેડમાં સમાવિષ્ટ કરવાનું આવશ્યક છે એવું કહ્યું હતું. જોકે 2016ની શરૂઆતમાં તત્કાલીન મુખ્ય મંત્રી દેવેન્દ્ર ફડણવીસે મેટ્રો માટે આરેનો અમુક ભાગ ડિનોટિફાઈ કરવાનો આદેશ આપ્યો, એમ પર્યાવરણપ્રેમી ઝોરુ ભાથેનાએ એક મુલાકાતમાં જણાવ્યું હતું.

આ પછી ફડણવીસના નિર્દેશનું પાલન કરીને આરેની લગભગ 408 એકર જમીન મેટ્રો માટે આપવામાં આવી.આરે બચાવ સમૂહે એવો પણ આરોપ કર્યો છે કે 102 એકરની કાંજુરમાર્ગની જગ્યા મેટ્રો કારશેડ માટે નહીં વાપરવાનું કારણ તે બિલ્ડરને આપવાનું કાવતરું છે. કાંજુરમાર્ગ અને આરે દરમિયાન આશરે 250 એકર જગ્યા કમસેકમ રૂ. 60,000 કરોડના વ્યાવસાયિક વિકાસ માટે ઉપયોગ કરી શકાય છે, પરંતુ ઉપલબ્ધ એફએસઆઈ, જગ્યાનું ક્ષેત્ર અને હાલના રેડી રેકનર દરને ધ્યાનમાં લેતાં સંબંધિત જગ્યા 1 લાખ કરોડ રૂપિયા સુધી પહોંચી શકે છે.

એમ અન્ય પર્યાવરણપ્રેમી ડી. સ્ટાલિને જણાવ્યું હતું.આરેમાં હાલમાં કારશેડ ભવિષ્યમાં વધુ રેલવે કોચ ગોઠવવા માટે વધુ વધારવો પડશે. તત્કાલીન મુખ્ય સચિવ સંજીવ કુમારની આગેવાનીમાં રાજ્ય સરકારે નિયુક્ત કરેલી સમિતિએ કહ્યું હતું કે ડેપો ફક્ત 248 ડબ્બા રાખવા સક્ષમ હશે, જે અપૂરતું છે.

વાસ્તવિક જરૂર 440 ડબ્બાની છે. 500 એકર મીઠાની જગ્યા : 1650 એકરમાંથી 500 એકર જગ્યા મીઠું તૈયાર કરવા માટે એક બિલ્ડરને ભાડાના ધોરણે અપાઈ હતી. બિલ્ડરે અન્ય એક બાંધકામ કંપનીને વિકાસ અધિકાર આપ્યા હતા. જોકે આ જમીન સીઆરઝેડ નિયમોમાં અટવાઈ હોવાથી અને ડેપો માટે સીઆરઝેડ ક્ષેત્ર નહીં હોય તેવી જગ્યા ઉપલબ્ધ નહીં હોવાથી રાજ્ય દ્વારા સોલ્ટ પેન વિભાગ (કેન્દ્ર)ને પત્ર લખીને જગ્યા રાજ્યને સોંપવા વિનંતી કરી હતી.

કાંજુરમાર્ગની જગ્યા સીઆરઝેડમાં નથી
102 એકરની કાંજુરમાર્ગ ખાતે જગ્યા પડી રહી છે તે રાજ્ય સરકારની માલિકીની અને દાવામુક્ત છે. આટલું જ નહીં, તે સીઆરઝેડ અંતર્ગત નથી. સંબંધિત જગ્યા 1 હજાર 650 એકરની મોટી જગ્યાનો ભાગ છે. પ્રસ્તાવિત કાંજુરમાર્ગ ડેપોની જગ્યા મીઠા વિભાગની હતી એવું બતાવવા માટે કોઈ પણ દસ્તાવેજો, જમીનની નોંધ અથવા પુરાવા નથી, એમ ભાથેનાએ જણાવ્યું હતું.

એનજીઓ ફાયદો કરાવે છેઃ ભાજપ
દરમિયાન ભાજપના વરિષ્ઠ નેતા કિરીટ સોમૈયાએ પર્યાવરણપ્રેમીઓના આરોપનો જવાબ આપ્યો છે. તેમણે કહ્યું કે ઊલટું વનશક્તિ નામે એનજીઓ બિલ્ડરોને ટીડીઆર, એફએસઆઈ દ્વારા રૂ. 4800 કરોડનો ફાયદો મેળવી આપવાની ભૂમિકા ભજવી રહી છે.

આરેમાં ઝાડની સંખ્યા છુપાવી
દરમિયાન આરે બચાવ સમૂહને કહેવું છે કે મુંબઈ મેટ્રો રેલ કોર્પોરેશને આરે સાઈટ પર ઝાડની અસલી સંખ્યા છુપાવી રાખી. આ પછી અહીં 3330થી વધુ ઝાડ હોવાનું કબૂલ કરવું પડ્યું. તેની પર થયેલા જન આંદોલન પછી મેટ્રો કારશેડની ડિઝાઈનમાં ફેરફાર કરવો પડ્યો. ડેપો પ્લોટના વચ્ચેના ભાગમાં 13 એકર ક્ષેત્રનો લેઆઉટ અને લીલું કવર તરીકે અનામત રખાયું છે.

અન્ય સમાચારો પણ છે…

Leave a Comment