તર્ક-વિતર્કો સર્જાયા:દાહોદના સીંગવડના ગામોમાં પણ રાતે ડ્રોન કેમેરા દેખાતાં ગ્રામજનોમાં ભય ફેલાયો - Alviramir

તર્ક-વિતર્કો સર્જાયા:દાહોદના સીંગવડના ગામોમાં પણ રાતે ડ્રોન કેમેરા દેખાતાં ગ્રામજનોમાં ભય ફેલાયો

સીંગવડ44 મિનિટ પહેલા

  • કૉપી લિંક

સીંગવડ તાલુકાના ગામોમાં રાત્રે આકાશમાં ડ્રોન કેમેરા દેખાયા હતા તે સમયની તસવીર.

દાહોદ જિલ્લાના સિંગવડ તાલુકાના વાલાગોટા, ચુંદડી સહિત આસપાસના ગામડાઓમાં ગતરાત્રિના સમયે આકાશમાં ઉડતા ડ્રોન કેમેરા ફરતા જોવા મળ્યા હતા, રાત્રિના સમયે આકાશમાં ઉડતા ડ્રોન કેમેરા જોઈ ગ્રામજનોમાં અનેક તર્ક વિતર્કો સર્જાયાની સાથે સાથે ભયનો માહોલ સર્જાયો હતો.

ડ્રોન કેમેરા અલગ અલગ જગ્યાએ જોવા મળતા લોકોએ જાગરણ કર્યું
ગ્રામજનોના જણાવ્યા અનુસાર રાત્રીના 11 કલાકે થી સવાર સુધી ડ્રોન કેમેરા અલગ અલગ જગ્યાએ જોવા મળતા લોકોએ જાગરણ કર્યું હતું. ચોમાસાની ઋતુમાં ડ્રોન કેમેરાથી રેકી કરી આવનાર સમયમાં વિસ્તારમાં ચોરી ચકારી થવાની સંભાવનાઓ સેવાઈ રહી હોવાનું પણ સ્થાનિકોએ જણાવ્યું હતું.

પંચમહાલમાં મોડીરાતે આકાશમાં ઉડતાં ભેદી ડ્રોનનું રહસ્ય અકબંધ
પંચમહાલ જિલ્લાના આકાશમાં છેલ્લા 15 દિવસથી રાત્રીના સમયે ગ્રામીણ વિસ્તારોમાં લાઇટવાળા ડ્રોન દેખાતા ગ્રામજનોમાં ભય પ્રસરી ગયો છે. ગોધરા તાલુકા, શહેરા તાલુકા તથા મોરવા(હ) તાલુકાના ગ્રામીણ વિસ્તારોમાં રાત્રે ડ્રોન દેખાતાં ગ્રામજનો અેકઠા થઇને ડ્રોનનો પીછો કરતાં અંધારામાં ડ્રોન અલોપ થઇ ગયું હતુ. રાતના 8 થી 11 કલાક સુઘી ઉડતા ડ્રોનને પકડવા પોલીસે જમીન આસમાન એક કરી દીઘું પણ જિલ્લાના આકાશમાં ઉડતા ડ્રોનનું સહસ્ય અંકબંધ રહેતાં ગ્રામજનોમાં ફડડાટ પેસી ગયો છે.

સરપંચોએ ડ્રોન બાબતે બેઠક યોજી મામલતદારને આવેદનપત્ર આપ્યું
તાજેતરમાં ટીમ્બા ગામ પાસે ખેતરમાંથી ડ્રોન મળતા કાંકણપર પોલીસ મથકે જાણવાજોગ નોધાઇ હતી. રાત્રીમાં કાંકણપુર પોલીસ મથકના વિસ્તારોમાં વોંચ ગોઠવી પણ ડ્રોનને પકડવામાં સફળતા મળી ન હતી. રાત્રીમાં ઉડતા ડ્રોનને લઇને મોરવા(હ) તાલુકાના 40 થી વઘુ સરપંચોએ ડ્રોન બાબતે બેઠક યોજીે મામલતદારને આવેદનપત્ર આપીને આકાશમાં દેખાતા ડ્રોનનો ખામતો બોલાવવા નિષ્ણાંતોની ટીમને કામે લગાવવાની માગ કરી હતી.

અન્ય સમાચારો પણ છે…

Leave a Comment