તસ્કરોનો તરખાટ:ગાંધીનગરના ઘ - 5 સર્કલ પાસેના મધુર પાર્લરના તાળા તૂટ્યા, 27 હજારથી વધુની ચોરી કરી તસ્કરો ફરાર - Alviramir

તસ્કરોનો તરખાટ:ગાંધીનગરના ઘ – 5 સર્કલ પાસેના મધુર પાર્લરના તાળા તૂટ્યા, 27 હજારથી વધુની ચોરી કરી તસ્કરો ફરાર

ગાંધીનગરએક કલાક પહેલા

  • કૉપી લિંક
  • સીસીટીવીથી આખો વિસ્તાર ઘેરાયેલો હોવા છતાં તસ્કરો આરામથી ચોરી કરી નાસી ગયા!

ગાંધીનગરનાં ઘ – 5 સર્કલ પાસેના મધુર ડેરીના પાર્લરની લોખંડની જાળીનાં ઠંડા કલેજે તાળા તોડી તસ્કરોએ અંદરથી રૂ. 27 હજારથી વધુની રોકડ ચોરી કરી હતી. જે અંગેની ફરિયાદ સેક્ટર – 21 પોલીસ મથકના ચોપડે નોંધાઈ છે. ત્યારે ભરચક એવા ઘ – 5 સર્કલ વિસ્તાર ચારે દિશામાંથી સીસીટીવી કેમેરાથી ઘેરાયેલો હોવા છતાં તસ્કરોએ અત્રેના મધુર પાર્લરનાં તાળા તોડી પોલીસને ખુલ્લો પડકાર ફેંકવામાં આવ્યો હોય તેવો ઘાટ ઘડાયો છે.
ઘરફોડ ચોરીની ઘટનાઓમાં વધારો
ગાંધીનગરમાં વાહન ચોરીની વણઝાર વચ્ચે ઘરફોડ ચોરીની ઘટનાઓ પણ પ્રકાશમાં આવી રહી છે. આમ તો ગાંધીનગર શહેર સીસીટીવી કેમેરાનાં નેટવર્કથી ઘેરાયેલું છે છતાં ચોરીની ઘટનાઓને અંજામ આપી તસ્કરો જાણે કે પોલીસને પડકાર ફેંકી રહ્યા હોય તેવો ઘાટ ઘડાયો છે. એમાંય ગઈકાલે રાત્રે ઘ-5 સર્કલ પાસેના મધુર ડેરી પાર્લરનાં તાળા તોડી તસ્કરોએ તરખાટ મચાવતાં સઘન પોલીસ પેટ્રોલીંગ ઉપર પણ સવાલો ઉભા થયા છે.
​​​​​​​પાર્લરનાં તાળા તૂટયાની જાણ કરતા સુપરવાઇઝર દોડયા
ગાંધીનગરની સેક્ટર – 25 માં આવેલી મધુર ડેરી દ્વારા શહેરમાં મધુર પાર્લર ખોલવામાં આવ્યાં છે. જેનું સુપરવિઝન કુલદીપસિંહ બીહોલા કરી રહ્યા છે. ઘ – 5 સર્કલ પાસેના મધુર પાર્લરમાં નોકરી કરતાં વૈભવ બીહોલાએ આજે સવારે છ વાગે ફોન કરીને પાર્લરનાં તાળા તૂટયાની જાણ કરતા સુપરવાઇઝર કુલદીપસિંહ ત્યાં દોડી ગયા હતા.

કાચની બારી ખોલીને અંદર પ્રવેશી ઘટનાને અંજામ આપ્યો
બાદમાં તપાસ કરતા માલુમ પડયું હતું કે, ગઈકાલે રાત્રિના સમયે મધુર પાર્લરની પાછળની જાળીનું તાળું તૂટેલો હતું. અને કાચની બારી ખોલીને અંદર પ્રવેશી લોખંડના ડબ્બામાંથી 27 હજાર 200 ની રોકડ ચોરી સિફતપૂર્વક પલાયન થઈ ગયા હતા. બનાવની જાણ થતાં સેકટર – 21 પોલીસ સ્થળ પર દોડી ગઈ હતી. અને આસપાસના સીસીટીવી કેમેરા ચેક કરવાનું શરૂ કરી દીધું હતું. ઉલ્લેખનીય છે કે ઘ – 5 વિસ્તાર ટ્રાફિકથી હંમેશા ધમધમતો હોય છે. તેમજ ચારે તરફથી સીસીટીવી કેમેરાથી ઘેરાયેલો હોવા છતાં તસ્કરોએ મધુર પાર્લરમાં હાથ ફેરો કરીને પોલીસ પેટ્રોલિંગની પણ પોલ ખોલી દેવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે…

Leave a Comment