તારાજી બાદ યુદ્ધના ધોરણે કામગીરી:સુરત SMCની ટીમે નવસારીનું 80 ટકા સાફ-સફાઈનું કામ પૂર્ણ કર્યુ, આવતીકાલથી શહેર ફરી રાબેતા મુજબ ધબકશે - Alviramir

તારાજી બાદ યુદ્ધના ધોરણે કામગીરી:સુરત SMCની ટીમે નવસારીનું 80 ટકા સાફ-સફાઈનું કામ પૂર્ણ કર્યુ, આવતીકાલથી શહેર ફરી રાબેતા મુજબ ધબકશે

નવસારી43 મિનિટ પહેલા

  • કૉપી લિંક
  • 435 ટન જેટલો કચરાનો નિકાલ કરાયો, પાલિકાની ટીમ સહિત 350થી વધુ અધિકારી અને કર્મચારીઓએ કામગીરી કરી

નવસારી જિલ્લા અને શહેરમાં પૂરના કારણે આફત સર્જાઇ હતી. મકાનો અને રોડ રસ્તાઓમાં ફેલાયેલા કાદવ કિચડને દૂર કરવું નવસારી વિજલપુર પાલિકા માટે મુશ્કેલ હતું. ત્યારે પાડોશી શહેર સુરતથી આવેલી મ્યુન્સિપાલટીની 200 થી વધુની ટીમે આજે શહેરને 80 ટકા જેટલું સાફ કરી નાખ્યું છે. જેમાં નવસારી પાલિકાની ટીમ સહિત 350 થી વધુ અધિકારી અને કર્મચારીઓએ યુદ્ધના ધોરણે કામગીરી હાથ ધરી હતી.

ગંદકી દૂર ન થાત તો રોગચાળાની ભીતિ સેવાઈ હતી
નવસારી શહેરમાં સૌથી વધુ ગંદકી ધરાવતા વિસ્તારોમાં કાશીવાડી કાછીયાવાડી મિથિલા નગરી હીદાયત નગર,રંગુન નગર જેવા વિસ્તારોમાં પાલિકાની ટીમને સાફ-સફાઈ કરવામાં થોડી મુશ્કેલી આવી હતી. શહેરમાંથી આજે કર્મચારીઓની મહેનતે 435 ટન જેટલો કચરાંના નિકાલની કામગીરી હાથ ધરવામાં આવી હતી. શહેરમાંથી પૂરના કારણે ઉદ્ભવેલો કચરો અને ગંદકી જો સમયસર દૂર ન થઈ હોત તો શહેરમાં મચ્છરજન્ય રોગચાળો અને ઉપદ્રવ ફેલાવવાની સંભવિત ભીતિ રહેલી હતી. જેને જોતા પાલિકાએ એક્શનમાં આવીને સુરતથી મદદ લેતા આજે મોટાભાગનું શહેર સ્વચ્છ બની ગયું છે.

રોગચાળો ન ફેલાય તે માટે ખાસ કામગીરી હાથ ધરાઈ
નવસારીમાં પૂરના પાણી ઓસરતાં ઝડપભેર સાફ સફાઈની શરૂ કરવામાં આવી છે. પૂરગ્રસ્ત વિસ્તારોમાં અલગ-અલગ ટીમ બનાવી રોગચાળો ન ફેલાય તે માટે સફાઈ અને મચ્છરનો ઉપદ્રવ ન થાય તે માટે દવા છંટકાવ કરવામાં આવી રહ્યો છે. નવસારીના બાલાપીર દરગાહ દશેરા ટેકરી વિસ્તાર અને વિજલપોર નગરપાલિકામાં કામગીરી કરવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે…

Leave a Comment