તાલાલા પંચાયતનો વિદ્યાર્થીલક્ષી અભિયાન:પીપળવાની શાળામાં જઈ 107 વિદ્યાર્થીઓને જાતિના પ્રમાણપત્રો આપ્યા, સરકારની યોજના માટે આ ડોક્યુમેન્ટ કાયમી ઉપયોગી - Alviramir

તાલાલા પંચાયતનો વિદ્યાર્થીલક્ષી અભિયાન:પીપળવાની શાળામાં જઈ 107 વિદ્યાર્થીઓને જાતિના પ્રમાણપત્રો આપ્યા, સરકારની યોજના માટે આ ડોક્યુમેન્ટ કાયમી ઉપયોગી

ગીર સોમનાથ (વેરાવળ)6 મિનિટ પહેલા

  • કૉપી લિંક
  • તાલુકા પંચાયતે અગાઉ વિવિધ ગામના ત્રણ હજાર બાળકોને સ્થળ ઉપર જ પ્રમાણપત્રો આપેલ

ગીર સોમનાથ જિલ્લાના તાલાલા તાલુકાના પીપળવા ગીર ગામની પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતા 107 વિદ્યાર્થી ભાઈ-બહેનોને તાલુકા પંચાયત તંત્રએ સ્થળ ઉપર જ જાતિના પ્રમાણપત્રો આપી જાતિના પ્રમાણપત્ર મેળવવાની ઝંઝટનું કાયમી સુખરૂપ નિવારણ લાવતા વાલીઓને જબરી રાહત મળી છે. આ પ્રમાણપત્રો આગળ ભણવા તથા સરકારી યોજનાઓનો લાભ મેળવવામાં ઉપયોગી નીવડશે. વિદ્યાર્થીઓના હિતાર્થે કરાયેલ કામગીરી અંગે તાલાલા તાલુકા પંચાયત અધિકારી ચિરાગભાઈ પુરોહિતે આપેલ વિગત મુજબ તાલાલા પંથકના સરકારી શાળાઓમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને આગળ અભ્યાસ માટે તથા શિષ્યવૃતિ ઉપરાંત સરકારની વિવિધ યોજનાઓના લાભ માટે જાતિના પ્રમાણપત્રોની કાયમી જરૂર પડતી હોય છે. પ્રમાણપત્રો માટે વાલીઓને તાલુકા મથક સુધીના ધક્કા થતા હોવાથી સમય અને પૈસાનો વ્યય થાય છે. જે ખર્ચ અને સમય બચે તેવા ધ્યેય સાથે વિદ્યાર્થીઓ તથા વાલીઓને પ્રમાણપત્ર મેળવવાની ઝંઝટમાંથી મુક્તિ અપાવવા માટે કાયમી ઉપયોગી જાતિના પ્રમાણપત્રો વિદ્યાર્થીઓ અભ્યાસ કરતા હોય ત્યાં સ્થળ ઉપર જ આપવા તાલાલા તાલુકા પંચાયત તંત્રએ લોક ઉપયોગી કામગીરી શરૂ કરી છે.

107 વિદ્યાર્થીઓને પ્રમાણપત્ર આપવામાં આવ્યા
જે અંતર્ગત અત્યાર સુધીમાં તાલાલા પંથકના વિવિધ ગામોની શાળાના ત્રણ હજાર બાળકોને સ્થળ ઉપર જ પ્રમાણપત્રો એનાયત કર્યા છે. તે પ્રમાણે પંથકના પીપળવા ગીર ગામની પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને સ્થળ ઉપર જ જાતિના પ્રમાણપત્રો એનાયત કરવા શાળામાં તાલુકા વિકાસ અધિકારી કૌશિકભાઈ પરમારના અધ્યક્ષ સ્થાને એક કાર્યક્રમ યોજાયો હતો. જેમાં તાલુકા પંચાયતની વહીવટી વિવિધ શાખા ની રાહબરી હેઠળ તૈયાર થયેલ જાતિના પ્રમાણપત્રો તમામ 107 વિદ્યાર્થીઓને આપવામાં આવ્યા હતા.

આ કાર્યક્રમમાં ઉપસ્થિત ગામના વરિષ્ઠ અગ્રણી ભીમશીભાઈ બામરોટીયા, સરપંચ પાનીબેન ચાવડા, ઉપસરપંચ ઉકાભાઇ ચાંડેરાએ તાલુકા પંચાયતની પ્રજાલક્ષી શ્રેષ્ઠ કામગીરીને બિરદાવી ગામના વાલીઓ વતી તમામ અધિકારીઓને આભાર વ્યક્ત કર્યો હતો. કાર્યક્રમના પ્રારંભે તલાટી મંત્રી અતુલભાઇ મહેતાએ સૌને આવકારતુ સ્વાગત પ્રવચન કરેલ અને અંતમાં શાળાના આચાર્યએ આભાર દર્શન કર્યું હતું. આ કાર્યક્રમમાં એ ટી.ડી.ઓ. મયુરભાઈ વ્યાસ,બકોમ્પ્યુટર શાખાના સરમણભાઈ રામ તથા ગ્રામજનો ઉપસ્થિત રહ્યાં હતા.

અન્ય સમાચારો પણ છે…

Leave a Comment