તૈયારીઓ:કોરોનાના 2 વર્ષ બાદ મહેસાણામાં નવરાત્રીની તૈયારીઓ શરૂ, આયોજનમાં બજેટ ખર્ચ ઘટશે - Alviramir

તૈયારીઓ:કોરોનાના 2 વર્ષ બાદ મહેસાણામાં નવરાત્રીની તૈયારીઓ શરૂ, આયોજનમાં બજેટ ખર્ચ ઘટશે

મહેસાણાએક કલાક પહેલા

  • કૉપી લિંક
  • શહેરના સૌથી મોટા સમર્પણ ગૃપ અને રાજધાની ટાઉનશીપના આયોજકોની બેઠક મળી
  • આ વર્ષે બજેટ ખર્ચ ઘટાડીને, કરકસર કરીને પણ નવરાત્રી કરવા આયોજકો મક્કમ

શક્તિ, ભક્તિ અને આરાધનાના મહાપર્વ નવરાત્રીને હજુ બે મહિનાનો સમય બાકી છે. પરંતુ કોરોનાના બે વર્ષ આયોજન નહીં કરી શકેલા નવરાત્રી મંડળોએ તૈયારી શરૂ કરી દીધી છે. મહેસાણા શહેરના સૌથી મોટા ગરબા જ્યાં થાય છે તે પરા સમર્પણ ચોકના આયોજક સમર્પણ ગ્રુપની શનિવારે મળેલી બેઠકમાં આ વખતે નવરાત્રી કરવી તેવો પ્રાથમિક નિર્ણય લેવાયો છે. જ્યારે રાધનપુર રોડ રાજધાની ટાઉનશીપમાં પણ નવરાત્રી ઉત્સવ માટે રવિવારે બેઠક યોજાઇ હતી.

સમર્પણ ચોકમાં વર્ષ 2002થી જાહેર નવરાત્રી ગરબા મહોત્સવ સમર્પણ ગ્રુપ યોજે છે. સમર્પણ ગ્રુપના પ્રમુખ ગોવિંદભાઇ પટેલે કહ્યું કે, નવરાત્રી આયોજનનો નિર્ણય કરવા સભ્યોની મિટિંગ થઇ છે. આ વખતે નવરાત્રીનું આયોજન કરવાનું નક્કી કરાયું છે. હવે કેટલું અને કેવું આયોજન કરવું તે માટે આગામી અઠવાડિયે ફરી મિટિંગમાં નક્કી કરીશું. છેલ્લે રૂ.25 લાખનું બજેટ હતું. પરંતુ આ વખતે બજેટ ઓછું કરવા વિચારણા છે. સિ.સદસ્ય રમેશભાઇ પટેલ (ભૂરી)એ કહ્યું કે, આ વર્ષે નવરાત્રી કરીશું. બજેટ ઓછું કરી શક્તિ એટલી ભક્તિ કરવા વિચારણામાં લેવાયું છે.

રાજધાની ટાઉનશીપમાં એક ઓરકેસ્ટ્રાની વિચારણા
રાધનપુર રોડ પર 500 પરિવારોનો વસવાટ ધરાવતી રાજધાની ટાઉનશીપમાં પણ મોટાપાયે નવરાત્રી આયોજન કરાય છે. સોસાયટીના પ્રમુખ પીન્ટુભાઇ પટેલે કહ્યું કે, આ વર્ષે નવરાત્રી ગરબા આયોજન કરવાના છીએ. દર વર્ષે 9 દિવસ માટે અલગ અલગ કલાકારો સાથે આયોજન કરતા હોઇએ છીએ. કોરોના મંદીના કારણે થોડો આયોજનમાં બદલાવ વિચારી રહ્યા છીએ. જેમાં પાંચેક રાત્રી અલગ અલગ કલાકારો અને પછીના દિવસ એક જ ઓરકેસ્ટ્રા કલાકારોનું આયોજન વિચારીશું.

અન્ય સમાચારો પણ છે…

Leave a Comment