થાન કોંગ્રેસના પાયા હચમચ્યા:35 વર્ષથી પક્ષ મજબૂત કરનારા 2 આગેવાને ભોજપનો ખેસ પહેર્યો - Alviramir

થાન કોંગ્રેસના પાયા હચમચ્યા:35 વર્ષથી પક્ષ મજબૂત કરનારા 2 આગેવાને ભોજપનો ખેસ પહેર્યો

થાન21 મિનિટ પહેલા

  • કૉપી લિંક
  • કોંગ્રેસમાં જૂના પીઢ કાર્યકરોની વાત આગેવાનો ધ્યાને લેતા નથી: કાર્યકર

જિલ્લામાં આગામી ચૂંટણીને ધ્યાને લઇ પાંચાળ વિસ્તારને સર કરવા માટે થાનગઢમાં ભાજપ દ્વારા સક્રિયતા વધારી દેવામાં આવી છે. થાનગઢમાં છેલ્લા 35 વર્ષથી કોંગ્રેસ પક્ષ સાથે જોડાયેલા ગુલાબભાઈ ચાવડા, મહેશભાઈ શ્રીમાળી થાનગઢ અક્કલ સાહેબની ગુરૂગાદીના મહંત કૃષ્ણવદન મહારાજના આશીર્વાદ લઇ ભાજપમાં જોડાયા હતા. આ અંગે કોંગ્રેસી આગેવાનોએ જણાવ્યું કે નવા આગેવાનો મીટીંગો કે કાર્યક્રમની જાણ કરાતી નથી, વિસ્તારના લોકપ્રશ્નો ઉઠાવવા વાત કરીએતો કોંગ્રેસમાં જૂના અને પાયાના અને પીઢ કાર્યકરોની વાત મોવડી મંડળ ધ્યાને લેતુ ન હતું.

જ્યારે ભાજપમાં સંગઠનમાં નાનામાં નાના કાર્યકરની વાત આગેવાનો ધ્યાને લે અને પૂરી કરે છે. આ પ્રસંગે પાલિકા પ્રમુખ લીનાબેન ડોડીયા, ઉપપ્રમુખ લાલાભાઇ અલગોતર, શહેર પ્રમુખ જીતુભાઇ પુજારા, પૂર્વ પાલિકા પ્રમુખ વિજયભાઇ ભગત, લક્ષ્મણભાઇ અલગોતર સહિત આગેવાનો હાજર રહ્યા હતા. અગાઉ પૂર્વ મુખ્યમંત્રીએ ભાજપ કાર્યકરો સાથે બેઠક કરી હતી ત્યારે કાર્યકરોએ હાલની સરકાર તેમની સરકાર વખતે પ્રશ્નો સાંભળતી હતી તેમ ન સાંભળતી હોવાનો મત વ્યક્ત કર્યો હતો.

અન્ય સમાચારો પણ છે…

Leave a Comment