દંપતી ખંડિત થયું:જેતપુર નજીક બંધ બોલેરો પાછળ બાઇક અથડાયું, મોઢાથી માથા સુધીનો ભાગ ફાટી જતા પતિનું મોત, પત્નીને ગંભીર ઇજા - Alviramir

દંપતી ખંડિત થયું:જેતપુર નજીક બંધ બોલેરો પાછળ બાઇક અથડાયું, મોઢાથી માથા સુધીનો ભાગ ફાટી જતા પતિનું મોત, પત્નીને ગંભીર ઇજા

રાજકોટ22 મિનિટ પહેલા

  • કૉપી લિંક

ઘટનાસ્થળે જ પત્નીની નજર સામે પત્નીનું મોત અને ઇન્સેટમાં મૃતકની ફાઈલ તસવીર

જેતપુર બાયપાસ રોડ પર તત્કાલ હનુમાન ચોકડીથી જેતલસર ચોકડી વચ્ચે રસ્તા પર બંધ બોલેરો પાછળ એક બાઇક ધડાકાભેર અથડાયું હતું. જેમાં બાઇક પર સવાર રાજકોટનું દંપતી ફંગોળાઇને રોડ પર પટકાયું હતું. જેમાં મોઢાથી માથા સુધીનો ભાગ ફાટી જતા પતિનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું, જ્યારે પત્નીને ગંભીર ઇજા પહોંચી હતી. તેને સારવાર માટે હોસ્પિટલ ખસેડાઈ હતી.

રાજકોટનું દંપતી જૂનાગઢ એક શિબિરમાં જતું હતું
રાજકોટના નાનામવા ચોક પાસે રહેતા વિક્રમસિંહ ભટ્ટી અને તેમના પત્ની હીનાબેન જૂનાગઢમાં આયોજિત એક વિપશ્યના શિબિરમાં જવા માટે બપોરના સમયે પોતાની બાઈક પર નીકળ્યા હતા. જેતપુર બાયપાસ રોડ પર તત્કાલ હનુમાન ચોકડીથી જેતલસર ચોકડી વચ્ચે પહોંચતા ત્યાં રસ્તા પર એક બોલેરોનું ટાયર પંચર થઈ ગયું હોવાથી જેક પર ઉભી હતી. તેવામાં બાઇક પર આવતા આ દંપતીનું બાઇક અકસ્માતે બોલેરો પાછળ અથડાયું હતું.

બંધ બોલેરો પાછળ બાઇક ધડાકાભેર અથડાયું હતું.

બંધ બોલેરો પાછળ બાઇક ધડાકાભેર અથડાયું હતું.

હીનાબેનને 108 મારફત હોસ્પિટલ ખસેડાયા
આ અકસ્માતમાં બાઇકચાલક વિક્રમસિંહનું માથું સીધું બોલેરોની પાછળ ટકરતા તેના મોઢેથી માથા સુધીનો ભાગ ફાટી જતા લોહીના ખાબોચિયા ભરાય ગયા અને તેનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. જ્યારે તેમના પત્ની હીનાબેનને ગંભીર ઇજા પહોંચતા તેને 108 એમ્બ્યુલન્સ મારફત સારવાર માટે સરકારી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. અહીં તેમની પ્રાથમિક સારવાર કરી વધુ સારવાર માટે રીફર કર્યા હતાં.

(હિતેષ સાવલિયા, જેતપુર)

અન્ય સમાચારો પણ છે…

Leave a Comment