દરિયા દેવનું પૂજન:દ્વારકામાં માછીમારોએ સાગરમાં રક્ષણ માટે નવા નારોઝની ઉજવણી કરી પૂજન કર્યું; ઢોલ-શરણાઈ સાથે જુલૂસ પણ કાઢવામાં આવ્યું - Alviramir

દરિયા દેવનું પૂજન:દ્વારકામાં માછીમારોએ સાગરમાં રક્ષણ માટે નવા નારોઝની ઉજવણી કરી પૂજન કર્યું; ઢોલ-શરણાઈ સાથે જુલૂસ પણ કાઢવામાં આવ્યું

  • Gujarati News
  • Local
  • Gujarat
  • Dwarka
  • Fishermen In Dwarka Celebrated And Worshiped The New Narrows For Protection In The Ocean; A Procession Was Also Taken Out With Dhol sharanai

દ્વારકા ખંભાળિયાએક કલાક પહેલા

  • દરિયા દેવને શાંત કરવા પૂજન કરવામાં આવે છે
  • આવતી નાળીયેરી પૂનમથી માછીમારો ધંધો શરુ કરશે

જૂન જુલાઈમાં દરિયાદેવનું રોદ્ર સ્વરૂપ જોવા મળતું હોય છે. સાગરખેડુઓ દરિયો શાંત થાય તેની રાહ જોઈને બેઠા હોય છે, ત્યારે અષાઢ માસમાં દરિયાદેવનું પૂજન કરી આવતી નાળિયેરી પૂનમનાં દિવસે ખારવા સમાજનાં લોકો પોતાના વહાણ સાથે દરિયામાં ધંધાની શુભ શરૂઆત કરે છે.

ધંધામાં રક્ષણ માટે દરિયાદેવનું પૂજન
દરિયાદેવ ખારવા સમાજ તથા માછીમાર યુવાનોને રક્ષણ આપે, ધંધામાં બરકત આપે તેવા હેતુસર દર અષાઢ માસમાં ખારવા સમાજનાં દરેક પરિવારો દરિયા દેવનું સોપારી, પાંન, શ્રીફળ, અગરબતી વગેરેથી પૂજન કરે છે અને દરિયાનું તથા વહાણ અને બોટોના આગળના મોરાનું પૂજન કરી ફૂલહાર કર્યા હતા.

ઢોલ-શરણાઈ સાથે જુલૂસ કાઢવામાં આવ્યું
નવાનારોઝ ખારવા સમાજના લોકો સાથે વહાણવટ્ટી, મચ્છીમારો દ્વારા પણ ઉજવણી કરવામાં આવે છે. જેમાં ઢોલ શરણાઈ સાથે જુલૂસ દ્વારકા, સલાયા ગામમાં નીકળ્યું હતું. તે જુલુસમાં મોટા પ્રમાણમાં સાગર ખેડુ ભાઇઓ જોડાયા હતા. અને ત્યાંથી દરિયાના પૂજન માટે દરિયે ગયા હતા. દરેકે એકબીજાને નવાનારોઝની શુભકામનાઓ પાઠવી હતી.

અન્ય સમાચારો પણ છે…

Leave a Comment