દર વર્ષે પાણી ભરાવાની સમસ્યાં:દાહોદની આર.ટી.ઓ કચેરીમાં વરસાદી પાણી ભરાતા હાલાકી, કચેરી અંદર પાણી ઘૂસતા જરૂરી દસ્તાવજો પણ પલળી ગયાં - Alviramir

દર વર્ષે પાણી ભરાવાની સમસ્યાં:દાહોદની આર.ટી.ઓ કચેરીમાં વરસાદી પાણી ભરાતા હાલાકી, કચેરી અંદર પાણી ઘૂસતા જરૂરી દસ્તાવજો પણ પલળી ગયાં

દાહોદ26 મિનિટ પહેલા

  • કૉપી લિંક
  • કર્મચારીઓ અને વાહનચાલકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે

દાહોદ શહેરમાં આવેલી આર.ટી.ઓ. કચેરીમાં દર ચોમાસે વરસાદી પાણી ભરાઈ જાય છે. જેથી આર.ટી.ઓ. કર્મચારીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડે છે. સાથે સાથે વરસાદી પાણી કચેરીમાં ઘૂસી જતાં જરૂરી દસ્તાવેજો પણ પલળી જાય છે. આ મામલે સંલગ્ન તંત્રને અનેકવાર રજૂઆત કરવા છતાં કોઈ યોગ્ય કામગીરી ન કરવામાં આવતાં દાહોદ આર.ટી.ઓ કચેરીના કર્મચારીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.

જરૂરી દસ્તાવેજ પણ પલળી જાય છે
દર વર્ષે વરસાદી માહોલ વચ્ચે દાહોદની આર.ટી.ઓ. કચેરીમાં વરસાદી પાણીનો ભરાવો થઈ જાય છે. ચાલુ વર્ષે પણ વરસાદ પડતાં વરસાદી પાણી દાહોદ આર.ટી.ઓ. કચેરીની ઓફિસમાં ઘૂસી ગયાં હતાં. વરસાદી પાણી કચેરીમાં ઘૂસી જતાં જરૂરી દસ્તાવેજો પણ પલળી ગયાં હોવાનું જાણવા મળી રહ્યું છે.

કામ માટે આવતા વાહનચાલકો પરેશાન
બીજી તરફ વરસાદી પાણી ઓફિસમાં ઘૂસી જતાં કામકાજ અર્થે આવતાં વાહન ચાલકોને પણ ભારે હાલાકીનો સામનો કરવો પડે છે અને આવા માહોલ વચ્ચે કામગીરી કરવી પણ કર્મચારીઓ માટે મુશ્કેલી ઉભી કરે છે.
સંલગ્ન તંત્રને અનેક વખત રજૂઆત કરાઈ
આ મામલે સંલગ્ન તંત્રને રજૂઆત કરવા છતાં આ સમસ્યાનું કાયમી નિરાકરણ આવ્યું હતું. આર.ટી.ઓ. કચેરીના સત્તાધિશો દ્વારા આ અંગે જવાબદાર તંત્રને અનેક વખત રજૂઆત કરવામાં આવી છે. આ મામલે સત્વરે ચોમાસાની ઋતુને ધ્યાનમાં રાખી આ કચેરીમાં વરસાદી પાણીનો કાયમી નિકાલ થાય તો કર્મચારીઓને કામગીરી કરવી સહેલી પડે તેમ છે.

અન્ય સમાચારો પણ છે…

Leave a Comment