દહેગામ નગરપાિલકાની ઝૂંબેશ:દહેગામમાંથી 35 કિલો પ્લાસ્ટિક જપ્ત કરાયું - Alviramir

દહેગામ નગરપાિલકાની ઝૂંબેશ:દહેગામમાંથી 35 કિલો પ્લાસ્ટિક જપ્ત કરાયું

દહેગામ28 મિનિટ પહેલા

  • કૉપી લિંક
  • વેપારીઓ પાસેથી 4 હજારનો દંડ વસૂલાયો

દહેગામ નગરપાલિકા વિસ્તારમાં 75 માઇક્રોનથી ઓછા સિંગલ યુઝ પ્લાસ્ટિકનો ઉપયોગ ઉપર પ્રતિબંધની વેપારીઓને જાણકારી આપી હતી. તેમ છતાં કેટલાક વેપારીઓ સિંગલ યુઝ પ્લાસ્ટિકનો ઉપયોગ કરતા હતા. આથી દહેગામ નગરપાલિકાની ટીમે શહેરમાં ચેકિંગ કરતા આઠ વેપારીઓને ત્યાંથી સિંગલ યુઝ પ્લાસ્ટિકનો જથ્થો જપ્ત લઇને દંડની વસુલાત કરી હતી.

દહેગામ નગરપાલિકાના ચીફ ઓફિસરની સુચનાથી નગરપાલિકા વિસ્તારમાં પ્રતિબંધિત પાલસ્ટિકનો ઉપયોગ કરતા વેપારીને ત્યાં તપાસ કરવામાં આવી હતી. તેમાં નહેરુ ચોકડીથી બસ સ્ટેન્ડ સુધીના વિસ્તારમાં 75 માઇક્રોનથી નીચેના પ્રતિબંધિત પ્લાસ્ટિકનો ઉપયોગ કરતા આઠ વેપારીને પાલીકાના સેનેટરી ઇન્સ્પેક્ટર દિપક પટેલ, સુપરવાઈઝર રોહિત પટેલ, સિદ્ધાર્થ કેવટ, મનીષભાઈ, શુભમ તથા ટીમ દ્વારા તપાસ કરતા 35 કિલોગ્રામ પ્રતિબંધિત પ્લાસ્ટિક જથ્થાને જપ્ત કરી રૂપિયા 4250 દંડ વસુલ કર્યો હતો. પ્રતિબંધિત પ્લાસ્ટિકનો ઉપયોગ કરતા વેપારીઓ પર કાર્યવાહી ચાલુ રાખવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે…

Leave a Comment