દારૂના વેપલા પર વિજિલન્સના દરોડા:રાજપર રોડ પરથી ગોડાઉનમાંથી 620 પેટી દારૂનો જથ્થો ઝડપાયો, ટ્રક સહિત કુલ રૂ. 32 લાખથી વધુનો મુદ્દામાલ ઝબ્બે - Alviramir

દારૂના વેપલા પર વિજિલન્સના દરોડા:રાજપર રોડ પરથી ગોડાઉનમાંથી 620 પેટી દારૂનો જથ્થો ઝડપાયો, ટ્રક સહિત કુલ રૂ. 32 લાખથી વધુનો મુદ્દામાલ ઝબ્બે

  • Gujarati News
  • Local
  • Gujarat
  • Morbi
  • 620 Cartons Of Liquor Were Seized From A Godown On Rajpar Road, Including A Truck Worth Rs. More Than 32 Lakhs Worth Of Money

મોરબીએક કલાક પહેલા

  • કૉપી લિંક
  • દારૂ ભરેલી ટ્રક પોલીસની નજરથી છુપાવી રાજપર રોડ પરના ગોડાઉનમાં રાખવામાં આવી હતી
  • બે આરોપીઓનાં નામ ખુલ્યાં, ઝડપી લેવા તજવીજ હાથ ધરાઈ

સ્થાનિક પોલીસને ઊંઘતી રાખીને સ્ટેટ વિજીલન્સ ટીમ રાજપર રોડ પર ત્રાટકી હતી. જ્યાં એક ગોડાઉનમાં દારૂ ભરેલી ટ્રક રાખેલી હોવાથી દરોડો કરી 620 પેટી દારૂનો જથ્થો ઝડપી લેવાયો હતો. વિજિલન્સની ટીમે દારૂ અને ટ્રક સહિત કુલ રૂપિયા 32 લાખથી વધુનો મુદ્દામાલ ઝડપી ગુનેગારોને ઝડપી પાડવા આગળની કામગીરી હાથ ધરી છે.

કુલ રૂપિયા 32 લાખનો મુદ્દામાલ ઝબ્બે
બનાવની પ્રાપ્ત વિગતો મુજબ સ્ટેટ વિજીલન્સના નીર્લીપ્ત રાયના માર્ગદર્શન હેઠળ પીએસઆઈ એ.ડી.ચાવડાની ટીમે બાતમીના આધારે મોરબીના રાજપર રોડ પર રામદેવપીર મંદિર સામેની શેરીમાં દરોડો પાડ્યો હતો. જેમાં ગોડાઉનમાં દારૂ ભરેલી ટ્રક રાખવામાં આવી હોવાથી તેને જપ્ત કરી દારૂની ગણતરી કરવામાં આવતા કુલ 620 પેટી ઈંગ્લીશ દારૂ કિંમત રૂ. 22 લાખથી વધુ તેમજ ટ્રક સહિત કુલ રૂ. 32 લાખથી વધુનો મુદામાલ જપ્ત કરવામાં આવ્યો છે.

આરોપીઓને ઝડપી લેવા તજવીજ હાથ ધરાઈ
દારૂ ભરેલી ટ્રક સ્થાનિક પોલીસની નજરથી છુપાવીને રાજપર રોડ પરના ગોડાઉનમાં રાખવામાં આવી હતી અને ટ્રક ગોડાઉનમાં પહોંચાડી આરોપીઓ નીકળી ગયા હતા. ઉપરાંત કટિંગ કરાય તે પૂર્વે જ સ્ટેટ વિજીલન્સ ટીમ ત્રાટકી હતી અને દારૂ ભરેલી આખી ટ્રક ઝડપી લીધી હતી. આ ગુનામાં દારૂનો જથ્થો લાવનારા આરોપી ડેનીશ પટેલ અને શનાળા ગામના મુળરાજસિંહ જાડેજાનું નામ ખુલ્યું છે, જેથી ગુનો નોંધવા અને આરોપીઓને ઝડપી લેવા પોલીસે તજવીજ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે…

Leave a Comment