પાટણ9 મિનિટ પહેલા
- કૉપી લિંક

- કોઈ હજાર ન હોવાના કારણે મોટી જાનહનિ ટળી
પાટણ શહેરની પોસ્ટ ઓફિસની પાછળ આબુવાલા ડેલામાં વહેલી સવારે એક મકાનની દિવસ ધરાસાયી થઈ હતી, જોકે, આ ઘટનામાં સદનસીબે કોઇ જાનહાનિ થઇ નથી. ચોમાસામાં જર્જરિત મકાન ધરાસાય થવાના બનાવ બનતા હોય છે. ત્યારે આજે મંગળવારે વહેલી સવારે શહેરની પોસ્ટ ઓફિસ પાછળના ભાગે આવેલા આબુવાલા ડેલામાં રબારી સમાજની બોડિંગની જર્જરિત દીવાલ એકા એક ધારાયયી થતા દોડધામ મચી ગઇ હતી. જોકે, કોઈ હજાર ન હોવાના કારણે મોટી જાનહનિ ટળી હતી.

અમે બહાર હોવાના કારણે બચી ગયા: સ્થાનિક
બાજુમાં રહેતા મુકેશ ઠાકોરે જણાવ્યું હતું કે, આજે વહેલી સવારે અમે ઘરની બહાર સુતા હતા એ દરમિયાન મારા ઘરની પાછળ આવેલી રબારી સમાજની જર્જરિત બોડિંગની દીવાલ અચાનક ધરાસાયી થઈ હતી. જોકે, અમે બહાર હોવાના કારણે બચી ગયા હતા.


અન્ય સમાચારો પણ છે…