દિવ્યાંગ બાળકોને સહાય:બ્લોક રિસોર્સ સેન્ટર બોટાદમાં 126 બાળકોને દિવ્યાંગ સાધન સહાય અપાઈ; જીલ્લા પ્રોજેક્ટ કો.ઓર્ડીનેટરના હસ્તે વિતરણ - Alviramir

દિવ્યાંગ બાળકોને સહાય:બ્લોક રિસોર્સ સેન્ટર બોટાદમાં 126 બાળકોને દિવ્યાંગ સાધન સહાય અપાઈ; જીલ્લા પ્રોજેક્ટ કો.ઓર્ડીનેટરના હસ્તે વિતરણ

બોટાદ42 મિનિટ પહેલા

  • કૉપી લિંક

બોટાદ શહેરમાં આવેલ ભાવનગર રોડ ખાતે બ્લોક રિસોર્સ સેન્ટર ખાતે તાલુકાની સરકારી પ્રાથમિક અને માધ્યમિક શાળામાં અભ્યાસ કરતા દિવ્યાંગ વિદ્યાર્થીઓને દિવ્યાંગ સાધન સહાય વિતરણ કેમ્પ યોજવામાં આવેલ. જેમાં 126 બાળકોને સાધન સહાય આપવામાં આવેલ હતી. સમગ્ર શિક્ષા બોટાદ જિલ્લાના આઈ.ઈ.ડી. વિભાગ દ્વારા દિવ્યાંગ બાળકોને જે તે સરકારી શાળામ શિક્ષણ આપવાનું કાર્ય કરવામાં આવી રહ્યું છે. જે અંતર્ગત બી.આર.સી ભવન બોટાદ ખાતે બોટાદ તાલુકાની સરકારી પ્રાથમિક અને માધ્યમિક શાળામાં અભ્યાસ કરતા દિવ્યાંગ વિદ્યાર્થીઓને દિવ્યાંગ સાધન સહાય વિતરણ કેમ્પ યોજવામાં આવેલ.

નિયમિત શાળાએ મોકલવા અપીલ કરાઈ
સમગ્ર શિક્ષા અંતર્ગત યોજવામાં આવેલ જેમાં જુદી-જુદી દિવ્યાંગ (OH/CP/HI/ID) ધરાવતા કુલ 126 બાળકોને વ્હીલ ચેર, ટ્રાય સિકલ, સી.પી.ચેર, હીઅરીંગ એઇડ, એ.એફ.ઓ., સ્ટીક, લેગ એન્ડ હેન્ડ ચેસીસ, કેલીપર્સ અને એમ.આર.કીટ જેવા સાધનોનું વિતરણ જીલ્લા પ્રોજેક્ટ કો.ઓર્ડીનેટર ધારા મેડમના હસ્તે કરવામાં આવ્યું. આ કાર્યક્રમમાં સમગ્ર શિક્ષા બોટાદ જીલ્લા આઈ.ઈ.ડી. જગતભાઈ મારુ, બી.આર.સી.કો.ઓર્ડીનેટર બોટાદ અશ્વિનભાઈ ઢોલા, બ્લોક આઈ.ઈ.ડી. તથા આઈ.ઈ.ડી.એસ.એસ. સ્ટાફએ ઉપસ્થિત રહી દિવ્યાંગ બાળકોને પ્રોત્સાહિત કરેલ. દિવ્યાંગ બાળકોને મળેલ જુદા-જુદા સાધનો જેમ કે વ્હીલ ચેર, ટ્રાય સિકલ, સી.પી.ચેર, હીઅરીંગ એઇડ, એ.એફ.ઓ., સ્ટીક, લેગ એન્ડ હેન્ડ સોલ્જર ચેસીસ, કેલીપર્સ અને એમ.આર.કીટ વિષેની જાળવણી અને ઉપયોગ અંગે એલિમકોની તજજ્ઞ ટીમ દ્વારા માર્ગદર્શન આપી સમજાવામાં આવેલ. કાર્યકમને સફળ બનાવવા બી.આર.સી.ભવન બોટાદના સ્ટાફ દ્વારા જહેમત ઉઠાવવામાં આવેલ. આ તકે જીલ્લા પ્રોજેક્ટ કો.ઓર્ડીનેટર ધારા મેડમ દ્વારા દિવ્યાંગ વિદ્યાર્થીઓના વાલીને તેમનાં સ્પેશ્યલ એજ્યુકેશન બાબતે માહિતગાર કરી તેમને નિયમિત શાળાએ મોકલવા અપીલ કરવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે…

Leave a Comment