દુકાનોને તસ્કરોએ નિશાન બનાવી:સેલવાસ ખાતે મોબાઈલની 2 દુકાનમાં તસ્કરો ત્રાટક્યાં, 20 લાખથી વધુની મત્તાની ચોરી - Alviramir

દુકાનોને તસ્કરોએ નિશાન બનાવી:સેલવાસ ખાતે મોબાઈલની 2 દુકાનમાં તસ્કરો ત્રાટક્યાં, 20 લાખથી વધુની મત્તાની ચોરી

વલસાડએક કલાક પહેલા

  • કૉપી લિંક
  • દુકાનદારોએ ફરિયાદ નોંધાવતા પોલીસે CCTV ફૂટેજ મેળવી તપાસ હાથ ધરી

વલસાડ જિલ્લાને અડીને આવેલા સંઘ પ્રદેશ દાદરા નગર હવેલીના સેલવાસ બસ સ્ટેન્ડ પાસે આવેલી 2 મોબાઇલની દુકાનમાં તસ્કરો ત્રાટક્યાં હતા. દુકાનમાંથી 20 લાખથી વધુની મત્તાની ચોરી કરી ફરાર થયા હતા. સવારે દુકાન સંચાલક દુકાને આવ્યા ત્યારે દુકાનમાં તસ્કરી થઈ હોવાની જાણ થઈ હતી. જેથી સેલવાસ પોલીસને જાણ કરાતા પોલીસે દુકાનના CCTV ફૂટેજ તેમજ નજીકના અન્ય CCTV ફૂટેજ મેળવી ટેક્નિકલ સર્વેલન્સ અને બાતમીદારોની મદદ મેળવી આગળની તપાસ હાથ ધરી છે.
મોબાઈલ ફોનની ચોરી કરી
ગઈકાલે રાત્રે સેલવાસ બસ સ્ટેન્ડ નજીક આવેલી એક મોબાઈલની દુકાન અને સેલવાસના પીપરિયા વિસ્તારમાં આવેલી એક મોબાઇલની દુકાનના તાળા તોળી દુકાનમાંથી મોબાઈલ ફોનની ચોરી કરી તસ્કરો ફરાર થઈ ગયા હતા. દુકાન સંચાલકોએ તાત્કાલિક સેલવાસ પોલીસનો સંપર્ક કરી દુકાનમાં થયેલી ચોરી અંગે જાણ કરી હતી. સેલવાસ પોલીસે બંને દુકાનોમાં જઈને તપાસ હાથ ધરી હતી. દુકાનના CCTV ફૂટેજ મેળવી તેમજ આજુબાજુના વિસ્તારમાં લાગેલા CCTV ફૂટેજ મેળવી તેમજ સ્થાનિક બાતમીદારોની મદદ મેળવી આગળની તપાસ હાથ ધરી હતી. સેલવાસ પોલીસે બંને દુકાનોમાંથી 20 લાખનો મુદ્દામાલ ચોરાયો હોવાની ફરિયાદ નોંધી આગળની તપાસ હાથ ધરી છે.
​​​​​​​તસ્કરોને ઝડપી પાડવા માટે ચક્રો ગતિમાન કર્યા
તસ્કરોએ 2 મોબાઇલની દુકાનને નિશાન બનાવી હતી. સેલવાસ પોલીસે ડોગ સ્ક્વોડ અને FSLની ટીમની મદદ મેળવી તસ્કરોનું પગેરું મેળવવા આગળની તપાસ હાથ ધરી છે. બાતમીદારો પાસેથી ઇનપુટ મેળવી તસ્કરોને ઝડપી પાડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે

અન્ય સમાચારો પણ છે…

Leave a Comment