દુકાન પર ઝાડ તૂટી પડ્યું:સુરતના અડાજણમાં વરસાદ અને ભારે પવનના કારણે 150 વર્ષ જૂના આંબાનું તોતિંગ ઝાડ તૂટી પડ્યું - Alviramir

દુકાન પર ઝાડ તૂટી પડ્યું:સુરતના અડાજણમાં વરસાદ અને ભારે પવનના કારણે 150 વર્ષ જૂના આંબાનું તોતિંગ ઝાડ તૂટી પડ્યું

સુરતએક કલાક પહેલા

  • કૉપી લિંક

ફાયર વિભાગે ઝાડ હટાવવાની કામગીરી શરૂ કરી.

સમગ્ર દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી વચ્ચે બારે મેઘ ખાંગા થયા હોય તેવી સ્થિતિ સર્જાય હતી. જેના કારણે વારંવાર નુકસાની સર્જાઈ હતી. સાથે સુરતમાં પણ હવામાન વિભાગની આગાહી પ્રમાણે ભારે વરસાદ પડ્યો હતો. આજે ઝાપટા સ્વરૂપે પડી રહેલા વરસાદ અને ભારે પવનના કારણે અડાજણ વિસ્તારમાં એક તોતિંગ 150 વર્ષ જૂના આંબાનું ઝાડ તૂટી પડ્યું હતું

150 વર્ષ જૂનું ઝાડ પડ્યું
અડાજણ વિસ્તારમાં આવેલા 150 વર્ષ જૂના આંબાના જાડે પોતાના મૂળ ગુમાવ્યા હોય તે પ્રકારે ભારે પવનના કારણે જમીનદોસ્ત થઈ ગયો હતો. જોકે ઝાડ તૂટી પડ્યું ત્યારે કોઈ નીચે ન હોવાના કારણે જાનહાનિ ટળી હતી.

દુકાનને નુકસાન
અડાજણ વિસ્તારમાં ઝાડની નીચે આવેલી દુકાન પર વિશાળ ઝાડની ડાળીઓ પડી હતી. જેના કારણે દુકાનને ભારે નુકસાન સર્જાયું હતું. જેથી ઝાડના ભાગને દૂર કરવા માટે ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી અને ઝાડ હટાવવાની કામગીરી શરૂ કરી હતી.

અન્ય સમાચારો પણ છે…

Leave a Comment