દોઢ કરોડની લૂંટમાં ઘટસ્ફોટ:રાજકોટમાં હત્યાના ગુનામાં જેલમા રહેલા પતિને છોડાવવા પત્નીએ સોનાના દાગીના લૂંટ્યા, પિતા અને ભાઈ સાથે પ્લાન ઘડ્યો હતો - Alviramir

દોઢ કરોડની લૂંટમાં ઘટસ્ફોટ:રાજકોટમાં હત્યાના ગુનામાં જેલમા રહેલા પતિને છોડાવવા પત્નીએ સોનાના દાગીના લૂંટ્યા, પિતા અને ભાઈ સાથે પ્લાન ઘડ્યો હતો

રાજકોટએક કલાક પહેલા

સામાન્ય રીતે ચોરી, લૂંટ કે છેતરપિંડીના ગુનામાં પિતા-પુત્રની સંડોવણી સામે આવતી હોય છે. પરંતુ રાજકોટમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. જેમાં પિતા-પુત્રના બદલે પિતા-પુત્રીએ સાથે મળી દોઢ કરોડના સોના અને ડાયમંડના દાગીનાની લૂંટને અંજામ આપ્યો હતો. જોકે પોલીસે ફરિયાદ નોંધી ગણતરીની કલાકોમાં પુત્રી બિસ્કીસ બાનુની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે. આરોપી બિલ્કીસનો પતિ હત્યાના ગુનામાં જેલમાં હોય ફરિયાદીને રૂપિયા આપી સમાધાન કરવા લૂંટનો પ્લાન ઘડ્યો હતો. આ ઉપરાંત બિસ્કીલના સોનાના દાગીના વેચાય જતા તે પણ ફરી ખરીદવા લૂંટનું કાવતરું ઘડ્યું હતું. જેમાં બિલ્કીસના પિતા અને તેના સગીર વયના ભાઈએ પણ સાથ આપ્યો હતો. હાલ આ બન્ને ફરાર છે.

TBZમાંથી દોઢ કરોડના દાગીના જોવા ઘરે મગાવ્યા હતા
રાજકોટ શહેરના યાજ્ઞીક રોડ પર આવેલા ત્રિભોવનદાસ ભીમજી ઝવેરી (TBZ) નામના શો-રૂમમાં શનિવારે સાંજે 1.48 કરોડના સોનાના દાગીનાની લૂંટ થયાની ઘટના સામે આવી છે. શહેરના બજરંગવાડી વિસ્તારમાં આવેલ મોમીન સોસાયટીમાં રહેતી બિલ્કીસ બાનુ નામની મહિલાએ શનિવારે સાંજે શો-રૂમમાંથી દાગીના જોવા માટે ઘરે મગાવ્યા હતા. આથી શો-રૂમનો વિશાલ નામનો કર્મચારી 1.48 કરોડના અલગ અલગ દાગીના ભરેલું બોક્સ લઇને બજરંગવાડી વિસ્તારમાં ગયો હતો. દરમિયાન ત્યાં પહોચતાની સાથે જ બિલ્કીસ બાનુએ તેના હાથમાંથી બોક્સ ઝુંટવી લઇ બાદમાં કાળા કલરની ક્રેટા કારમાં ભાગી ગયા હતા. જોકે પોલીસને જાણ થતા જ ફરિયાદ નોંધી ગણતરીની કલાકોમાં આરોપી બિલ્કીસ બાનુની ધરપકડ કરી બિલ્કીસના પિતા અને સગીર પુત્રની શોધખોળ હાથ ધરી છે.

પોલીસે બિલ્કીસ પાસેથી કબ્જે કરેલા દાગીના.

પોલીસે બિલ્કીસ પાસેથી કબ્જે કરેલા દાગીના.

બિલ્કીસ TBZમાંથી ઘરેણા ખરદતી હોવાથી કર્મચારીને વિશ્વાસ હતો
રાજકોટ પશ્ચિમના ACP પ્રમોદ દિયોરાએ જણાવ્યું હતું કે, મહિલા આરોપી બિલ્કીસ બાનું ત્રિભોવનદાસ ભીમજી ઝવેરી શો-રૂમમાંથી ઘરેણાં ખરીદતી હોવાથી તે રેગ્યુલર ગ્રાહક હોવાથી વિશ્વાસ કેળવ્યો હતો. બાદમાં ગઇકાલે સાંજે સોનુ લેવા માટે શો-રૂમમાં સંપર્ક કરી વીડિયો કોલ કરી ઘરેણાં પસંદ કર્યા હતા. જે ઘરેણાં સાથે કર્મચારીને ઘરે બોલાવ્યો હતો. કર્મચારી પહોંચતાની સાથે જ તેમની પાસેથી ઘરેણાનું બોક્સ મેળવી કેટલાક ઘરેણા અલગ અલગ કરી બાદમાં એક બોક્સમાં લેવા હોય તેવા ઘરેણાં અલગ કરી પાછળના રૂમમાં જઇ તેના સગીર પુત્રને આપી દીધા હતા. જે ઘરેણા સંતાડી દઈ શો-રૂમના કર્મચારી સાથે ઝપાઝપી કરી હતી. બાદમાં તુરંત પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે ગણતરીની કલાકોમાં પ્રથમ મુદામાલ રિકવર કરી બાદમાં આજે આરોપી બિલ્કીસ બાનુને ઝડપી પાડી હતી. જ્યારે તેના સગીર વયના પુત્ર અને તેના પિતાની શોધખોળ હાથ ધરી છે.

ACP પ્રમોદ દિયોરા.

ACP પ્રમોદ દિયોરા.

અગાઉ પિતા-પુત્રી અને પુત્ર સામે હત્યાનો ગુનો નોંધાયેલો છે
આરોપી બિલ્કીસ બાનું ગુનાહિત ઇતિહાસ પર નજર કરવામાં આવે તો બિલ્કીસ બાનુ અગાઉ હત્યા અને પ્રોહિબિશન સહિત ચાર ગુનામાં સંડોવણી સામે આવી છે. જ્યારે તેનો સગીર વયનો પુત્ર કે જેમના ઉપર પણ હત્યા અને પ્રોહિબિશન સહિત ચાર ગુના નોંધાઇ ચૂક્યા છે. જ્યારે તેનો પતિ હત્યાના ગુનામાં જેલમાં સજા કાપી રહ્યો છે. પોલીસે લૂંટમાં ગયેલ પેન્ડલ બુટી સહિતના સોનાના 5 સેટ, સોનાની 12 બંગડી, સોનાના 3 ચેઇન, સોનાના 2 મંગળસુત્ર, સોનાની 4 વીટી સહિત કુલ વજન 1807.980 ગ્રામ જેની કિંમત 97,34,267 થાય છે. તેમજ રિયલ ડાયમંડના દાગીના જેમાં 5 બ્રેસલેટ, 9 વીટી, 1 નેકલેસ અને 1 પેન્ડલસેટનું વજન 357.720 ગ્રામ અને તેની કિંમત 51,09,015 રૂપિયા થાય છે. આ બન્નેની મળીને કિંમત 1,48,43,282 રૂપિયાનો મુદામાલ કબ્જે કર્યો છે.

અન્ય સમાચારો પણ છે…

Leave a Comment