ધમકી:ત્રાકુડા ગામે મહિલા પર છુટા પથ્થરના ઘા કરી ધમકી આપી - Alviramir

ધમકી:ત્રાકુડા ગામે મહિલા પર છુટા પથ્થરના ઘા કરી ધમકી આપી

અમરેલીએક કલાક પહેલા

  • કૉપી લિંક
  • જૂની ફરિયાદનું મનદુ: ખ રાખી 3 શખ્સે બોલાચાલી કરી

ખાંભા તાલુકાના ત્રાકુડામા રહેતા એક મહિલા પર ત્રણ શખ્સોએ છુટા પથ્થરના ઘા કરી મારી નાખવાની ધમકી આપતા તેણે આ બારામા ખાંભા પોલીસ મથકમા ફરિયાદ નોંધાવી છે.મહિલાને ધમકી આપ્યાની આ ઘટના ખાંભાના ત્રાકુડામા બની હતી. અહી રહેતા દિપાલીબેન ધીરજભાઇ પરમાર (ઉ.વ.26) નામના મહિલાએ ખાંભા પોલીસ મથકમા નોંધાવેલી ફરિયાદમા જણાવ્યું હતુ કે આજથી ત્રણેક વર્ષ પહેલા વનરાજભાઇ મગનભાઇ વિઝુંડા પર ખાંભા પોલીસ મથકમા તેના જેઠ જીવરાજભાઇ વશરામભાઇ પરમારે છેડતીની ફરિયાદ નોંધાવી હતી.

જે બાબતનુ મનદુખ રાખી વનરાજ મગનભાઇ વિઝુંડા, ઘનશ્યામ કમાભાઇ અને રાહુલ નારણભાઇ સાગઠીયા તેના ઘરે ધસી આવ્યા હતા. આ ત્રણેય શખ્સોએ તેના પર છુટા પથ્થરના ઘા કરી ગાળો આપી હતી. તેમજ મારી નાખવાની ધમકી આપી હતી. બનાવ અંગે હેડ કોન્સ્ટેબલ સુરેશભાઇ ટી.મેર આગળની તપાસ ચલાવી રહ્યાં છે.

અન્ય સમાચારો પણ છે…

Leave a Comment