ધરપકડની તજવીજ:મોરબી પાસે રિક્ષામાંથી આધેડના 1 લાખ સેરવી જનાર ત્રિપુટીનો એક સભ્ય ઝબ્બે - Alviramir

ધરપકડની તજવીજ:મોરબી પાસે રિક્ષામાંથી આધેડના 1 લાખ સેરવી જનાર ત્રિપુટીનો એક સભ્ય ઝબ્બે

મોરબી3 કલાક પહેલા

  • કૉપી લિંક
  • ઊલટીના બહાને એક શખ્સે ધ્યાન ભટકાવ્યું, બીજાએ તક જોઇ નાણાં પડાવ્યા
  • કબૂલાતમાં રાજકોટના જ અન્ય બે શખ્સના નામ ખુલ્યાં

મોરબીના જેતપર પીપળી રોડ પર તાજેતરમાં એક આધેડને રિક્ષામાં ઠગ ત્રિપુટી ભટકાઈ ગઈ હતી અને ત્રિપુટી માંથી એક શખ્સે ઉલટી થતી હોવાના બહાનું કરી આધેડનું ધ્યાન ભટકાવ્યું હતું. જ્યારે બીજા શખ્સે ખીસ્સામાંથી લાખ રૂપિયા કાઢી લીધા હતા આ બનાવમાં પોલીસે રાજકોટના એક શખ્સને ઝડપી લીધો છે.

માળિયાના ખાખરેચી ગામના પ્રવિણભાઇ આંબાભાઇ પટેલ બેંકમાંથી રૂપિયા ઉપાડી મોરબી તરફ રિક્ષામાં આવી રહ્યા હતા ત્યારે એક ઠગ ટોળકીએ તેને નિશાન બનાવ્યા હતા અને મુસાફરના સ્વાંગમાં બેઠેલા ગઠિયાઓએ ઉલટી થાય છે કહી એક લાખ કાઢી લીધા હતા અને ભોગ બનેલાં પ્રવીણભાઈને અધવચ્ચે ઉતારી ગઠિયાઓ નાસી ગયા હતા. આ અંગે તાલુકા પોલીસમથકે ફરિયાદ નોંધાઇ હતી અને તેના આધારે નોંધી તપાસ હાથ ધરી હતી.

મોરબી એલસીબીની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે બાતમી મળી કે લીલા કલરની પીળા હુડ વાળી રીક્ષા GJ3BU2023ની લઇને નવલખી ફાટકથી બાયપાસ રોડ થઇ રવિરાજ ચોકડી તરફ જાય છે.જેથી એલ.સી.બી.એ મોરબી બાયપાસ રોડ જુની આર. ટી. ઓ. કચેરી પાસે વોચ ગોઠવતા આરોપી ધનજીભાઇ દેવજીભાઇ ગેડાણી(ઉ.39, રહે.રાજકોટ રેલ્વે સ્ટેશન પાસે) આબાદ ઝડપાઇ ગયો હતો અને ગુનાની કબૂલાત આપતા પોલીસે એક લાખ રોકડા સાથે ધનજીને ઝડપી લઈ પૂછપરછ કરતા આ ગુનામાં અમીત કોળી (રહે.રાજકોટ) અને હાર્દીક મનસુખભાઇ ભાલાળા, (રહે.રાજકોટ પોપટપરા)ની સંડોવણીની કબૂલાત આપતા આરોપીને તાલુકા પોલીસ મથકને હવાલે કર્યો હતો.

ધનજી અગાઉ અનેક ગુનામાં જેલહવાલે થયો’તો
ધનજી કોળી વિરુદ્ધ રાજકોટના લોધીકા, મોરબી સીટી એ ડિવિઝન, રાજકોટ શહેર બી ડિવિઝન, રાજકોટ શહેર એ ડિવિઝન, રાજકોટ શહેર પ્રધુમ્નનગર પોલીસ મથકમાં દારૂ, જુગાર, ચોરી સહિતના અનેક ગુનાઓ નોંધાયેલા છે અને આરોપી ધનજી પોતાના મિત્રો સાથે રાજકોટથી પોતાની રીક્ષા લઇ મોરબી આવી રીક્ષામાં પાછળના ભાગે પેસેન્જરને બેસાડી તેની નજર ચુકવી તેમના ખીસ્સામાંથી રોકડા રૂપિયા તથા મોબાઇલ ફોન તેમજ દાગીનાની ચોરીઓ કરવાની ટેવ વાળો હોવાનું પોલીસની તપાસમાં સામે આવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે…

Leave a Comment