ધરપકડ:હાઈવે પર હોટલ પાસેથી 27 હજારનો દારૂ ઝડપાયો - Alviramir

ધરપકડ:હાઈવે પર હોટલ પાસેથી 27 હજારનો દારૂ ઝડપાયો

ગાંધીધામ2 મિનિટ પહેલા

  • કૉપી લિંક

પ્રતીકાત્મક તસ્વીર

  • ગોલ્ડન પંજાબ હોટલ પાસે, સુંદરપુરીમાં કાર્યવાહી
  • દારૂ વેંચતો શખ્સ 12 ક્વાટરીયા સાથે પકડાઇ ગયો

ગાંધીધામમાં દારુની બદી પર એ ડિવિઝન પોલીસે બે કાર્યવાહી કરીને 28 હજારથી વધુનો મુદામાલ જપ્ત કરીને બે આરોપીઓને પકડી પાડ્યા હતા. એક કાર્યવાહી હાઈવે પર પંજાબી હોટલ પાછળ થઈ હતી તો બીજી સુંદરપુરીમાં પોલીસ દ્વારા કરાઈ હતી.

ગાંધીધામના જવાહરનગર વિસ્તારમાં ગોલ્ડન પંચાબ હોટલની પાછળની ઓરડીમાં અહીજ કામ કરતો શખ્સ દારુનું વેંચાણ કરતો હોવાની બાતમીના આધારે એ ડિવિઝન પોલીસે દરોડો પાડ્યો હતો. સ્થળ પરથી આરોપી સુમનપ્રીતસીંગ જગવીંદરસીંગ જાટ શીખ (ઉ.વ.21) (રહે. હાલે ગોલ્ડન પંજાબ હોટલ, મુળ પંજાબ) ને ઝડપી પાડ્યો હતો.

ઓરડીની તપાસ કરતા અંદર પડેલા ખોખાઓમાંથી 52 બોટલ અંગ્રેજી દારુની બોટલ તો 7 બીયરના ટીન મળી આવ્યા હતા. આમ કુલ 27,060નો મુદામાલ જપ્ત કરી આરોપીની અટક કરાઈ હતી. તો બીજી તરફ જુની સુંદરપુરીમાં મંદિર પાસે એક શખ્સ દારુનું વેંચાણ કરતો હોવાની બાતમીના આધારે પહોંચેલી એ ડિવિઝન પોલીસને સ્થળ પર થેલી સાથે આરોપી મેહુલ ભીખાભાઈ પરમાર દારુનના 12 ક્વાટરીયા સાથે મળી આવ્યો હતો. પોલીસે 1200નો મુદામાલ જપ્ત કરીને તેના વિરુદ્ધ પણ કાર્યવાહી કરી હતી.

અન્ય સમાચારો પણ છે…

Leave a Comment