ધીમીધારે વરસાદ:પાટણમાં વરસાદી માહોલ જામતા વાતાવરણમાં ઠંડક, નિચાણવાળા વિસ્તારો પાણી ભરાયા - Alviramir

ધીમીધારે વરસાદ:પાટણમાં વરસાદી માહોલ જામતા વાતાવરણમાં ઠંડક, નિચાણવાળા વિસ્તારો પાણી ભરાયા

પાટણએક કલાક પહેલા

  • કૉપી લિંક
  • પાલિકાની પ્રિ-મોન્સુન કામગીરી નિષ્ફળ રહી હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા

પાટણ શહેરમાં મંગળવારની વ્હેલી સવારથી મેઘરાજાએ ધીમીધારે હેત વરસાવવાનું શરૂ કરતા વાતાવરણમાં ઠંડક પ્રસરી જવા પામી. વ્હેલી સવારથી શરૂ થયેલા ઝરમર વરસાદની સાથે શહેરના નિચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણી ભરાવાની સમસ્યા ઉદભવવા પામતાં લોકોને હાલાકીઓ ઉભી થવા પામી હતી. તો પાલિકાની પ્રિ-મોન્સુન કામગીરી નિષ્ફળ રહી હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા હતા.

બાળકોએ વરસાદની મજા માણી વ્હેલી સવારથી શરૂ થયેલા ધીમી ધારના વરસાદના કારણે ખેડૂતોનાં ચહેરા ઉપર ખુશી છવાઈ હતી. પાટણ શહેર સહિત પંથકમાં પણ કેટલાક વિસ્તારોમાં સવારથી જ મેધરાજા અવિરતપણે વરસતાં વાતાવરણ ખુશનુમા બન્યું હતું. નાના બાળકોએ વરસાદની મજા માણી આનંદ કરતા જોવા મળ્યા હતા. તો વહેલી સવારથી વરસાદ વરસતા કામ અર્થે નીકળતાં લોકોને છત્રી, રેઇનકોટ પહેરીને નીકળવું પડ્યું હતું.

સવારે 8થી 2 વાગ્યા સુધીના વરસાદના આંકડા

  • ચણસ્મા- 7 mm
  • પાટણ- 9 mm
  • રાધનપુર- 5 mm
  • શંખેશ્વર- 4 mm
  • સમી- 2 mm
  • સરસ્વતી- 10 mm
  • સિદ્ધપુર- 17 mm
  • હારીજ- 6 mm

અન્ય સમાચારો પણ છે…

Leave a Comment