નજીવી બાબતે હુમલો:બોરસદના સીંગલાવમાં શખ્સે ઘર પાસે અપશબ્દો બોલવાની ના પાડી, બે શખ્સો લાકડાનો દંડો લઈને તૂટી પડ્યા - Alviramir

નજીવી બાબતે હુમલો:બોરસદના સીંગલાવમાં શખ્સે ઘર પાસે અપશબ્દો બોલવાની ના પાડી, બે શખ્સો લાકડાનો દંડો લઈને તૂટી પડ્યા

આણંદ13 મિનિટ પહેલા

  • કૉપી લિંક
  • શખ્સો અપશબ્દ બોલતા હોવાથી ઠપકો આપતા ઉશ્કેરાઇ ગયા હતા અને હુમલો કર્યો હતો

બોરસદના સીંગલાવ ગામમાં ઘર પાસે અપશબ્દ બોલવાની ના પાડતા ઉશ્કેરાયેલા શખસે લાકડાના દંડાથી હુમલો કર્યો હતો. આ અંગે બોરસદ ગ્રામ્ય પોલીસે બે શખસ સામે ગુનો નોંધ્યો હતો.
બન્નેએ ઉશ્કેરાઈ ઝગડો કરવા લાગ્યા હતા
​​​​​​​
સીંગલાવ ગામે દૂધની ડેરી પાસે રહેતા જયંતીભાઈ મફતભાઈ તળપદા 15મી જુલાઇના રોજ ઘરના ધાબા પર ફોનમાં વાત કરતાં હતાં. આ સમયે તેમની પડોશમાં રહેતા અજય ઉર્ફે બંબો જેણા તળપદા અને નટુ જેણા તળપદા તેમના ફલીયામાં આવીને અપશબ્દો બોલતાં હતાં. આથી, જયંતીએ તેમને અપશબ્દ બોલવાની ના પાડતા બન્ને ઉશ્કેરાઇ ગયાં હતાં અને ઝઘડો કર્યો હતો.
​​​​​​​​​​​​​​પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી
આ ઝઘડામાં અજયે દંડો જયંતીના માથામાં મારી દેતા તેને ગંભીર ઇજા પહોંચી હતી. જ્યારે નટુએ પણ દંડાથી બરડામાં ઘા કર્યાં હતાં. આ હુમલાથી જયંતીએ બુમાબુમ કરતાં આસપાસના લોકો દોડી આવ્યાં હતાં અને મામલો શાંત પાડ્યો હતો. આ અંગે જયંતિની ફરિયાદ આધારે બોરસદ ગ્રામ્ય પોલીસે અજય અને નટુ સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે…

Leave a Comment