નદીકિનારે રહેતા ખેડૂતની આપવીતી:પુર્ણા નદીમાં આવેલા ઘોડાપૂરમાં ખેડૂતે પોતાનું સર્વત્ર ગુમાવ્યું; હાલ ખાવા-પિવા માટે પણ વલખા, સરકાર પાસે યોગ્ય સહાયની માગ - Alviramir

નદીકિનારે રહેતા ખેડૂતની આપવીતી:પુર્ણા નદીમાં આવેલા ઘોડાપૂરમાં ખેડૂતે પોતાનું સર્વત્ર ગુમાવ્યું; હાલ ખાવા-પિવા માટે પણ વલખા, સરકાર પાસે યોગ્ય સહાયની માગ

  • Gujarati News
  • Local
  • Gujarat
  • Tapi
  • At Ghodapur On The Purna River The Farmer Lost His Whole; Valkha Is Now Seeking Help From The Government Even For Food And Drink

તાપી (વ્યારા)એક કલાક પહેલા

તાપીના આંબાપાણી ગામમાં વરસાદ બાદ તારાજીના દ્રશ્યો સામે આવ્યાં છે. પૂર્ણાં નદીમાં ઘોડાપૂરને કારણે ભારે તારાજી સર્જાઇ છે. ઘોડાપૂરને કારણે અનેક ગામના ખેતરો જળમગ્ન બન્યાં છે. તો ખેતરોમાં નદીના પાણી ફરી વળતા ભારે નુકસાન થયું છે. તે સાથે જ કેટલાક ખેડૂતોના તો રહેઠાણ પણ પાણી સાથે તણાઈ ગયા છે. તેવા જ એક ખેડૂત છે ગંજીભાઈ, જેમણે નદીના પૂરમાં પોતાનું ઘર ગુમાવ્યું છે. ઘર જતા જ તેઓ નિરાધાર બન્યા છે. ખેતરમાં પણ પાણી ભરાઈ જતા આવકનો કોઈ સ્તોત્ર રહ્યો નથી. જેથી તેઓએ સરકાર પાસેથી સહાયની માગ કરી હતી.

25-30 જેટલા ગામોની દુર્દશા
તાપી જિલ્લાના અંતર વિસ્તારમાં નદી પટ પર આવેલા અંદાજિત 25 થી 30 જેટલા ગામોને પુણા નદીમાં પૂર આવવાને કારણે પરિસ્થતિ ગંભીર થઈ છે જેને લઈને તાપી જિલ્લાના આબાપાણી ગામ પૂર્ણા નદીએ તબાહી મચાવી હતી. પુણા નદીના કિનારે વસવાટ કરતા લોકો પૂરથી પ્રભાવિત થયા છે.

ખેડૂતોના સંપૂર્ણ પાક પાણીમાં ગરકાવ
તાપી જિલ્લામાં છેલ્લા 5 દિવસમાં થયેલા અતિ ભારે વરસાદના કારણે તાપી જિલ્લાના નદી પટાના ગામો પ્રભાવિત થયા હતા. જેમાં વરસાદના કારણે જે નદી કિનારાના ખેતરોમાં નદીના પાણી ફરી વળ્યા હતા સાથે હાલ વરસાદે વિરામ લેતાં નદીનાં પાણી ઓસરવાની સાથે નુકસાનીના દ્ર્શ્યો સામે આવી રહ્યા છે. પૂરેપૂરા ખેતરો હાલ પાણીમાં ગરકાવ થયા હતા હતા. જે ખેડૂતોએ પકવેલો પાક નિષ્ફળ જવાની સાથે ખેડૂતોએ ભારે મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો છે. ત્યારે જે નદી કિનારાના જે ખેતરો છે તેમાં 150 થી વધુ હેક્ટરમાં નદીના પાણી ભરવાના સાથે પાકો ધોવાઈ ગયા હતા જેમાં શેરડી , ડાંગર જેવા પાકો ત સંપૂર્ણપણે પાણીમાં ધોવાઈ જવાની સાથે ખેડૂતોને ભારે પ્રમાણમાં નુકસાની થઈ હતી.

અન્ય સમાચારો પણ છે…

Leave a Comment