નદી કિનારે અવર જવર ન કરવા અપીલ:પ્રકાશા ડેમમાંથી 1.49 લાખથી વધુ ક્યુસેક પાણી છોડવામાં આવ્યું, ઉકાઈ ડેમની જળસપાટીમાં મોટો વધારો નોંધાશે - Alviramir

નદી કિનારે અવર જવર ન કરવા અપીલ:પ્રકાશા ડેમમાંથી 1.49 લાખથી વધુ ક્યુસેક પાણી છોડવામાં આવ્યું, ઉકાઈ ડેમની જળસપાટીમાં મોટો વધારો નોંધાશે

તાપી (વ્યારા)એક કલાક પહેલા

  • કૉપી લિંક
  • આ પાણીનો જથ્થો આગામી 15 કલાકમાં ઉકાઈ ડેમમાં પહોંચશે

મહારાષ્ટ્રના પ્રકાશા ડેમમાંથી 1 લાખ 49 હજાર 375 ક્યુસેક પાણી છોડવામાં આવ્યું છે. જેના લીધે આ પાણીનો જથ્થો આગામી 15 કલાકમાં ઉકાઈ ડેમમાં પહોંચશે. આમ ઉપરવાસમાં ભારે વરસાદને પગલે ઉકાઈ ડેમની જળસપાટીમાં મોટો વધારો નોંધાશે.

ઉકાઈ ડેમના 13 દરવાજા ખોલવામાં આવ્યા
ઉલ્લેખનીય છે કે, મહારાષ્ટ્રના થાણે, પાલઘર સહિત આસપાસના વિસ્તારોમાં વરસાદને કારણે ભયંકર પરિસ્થિતિ સર્જાઈ છે. જ્યારે પાલઘર-થાણેમાં અવિરત વરસાદને કારણે પરિવહન સંપૂર્ણ રીતે ખોરવાઈ ગયું છે. જ્યારે તાપી જિલ્લાના ઉકાઇ ડેમમાંથી હાલ 1 લાખ 88 હજાર 792 ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે. ઉકાઈ ડેમના 13 દરવાજા ખોલવામાં આવ્યા છે. જેને લઈને વહીવટી તંત્ર દ્વારા સોનગઢ અને વ્યારા તાલુકાના તાપી નદી કિનારે આવેલા ગામના લોકોને નદી કિનારે અવર જવર ન કરવા અપીલ કરવામાં આવી હતી.

લોકોને નદી કિનારે અવર જવર ન કરવા અપીલ
ઉલ્લેખનીય છે કે, ગઈકાલે તા.18 જુલાઈના રોજ રાત્રીના 8 કલાકે ઉકાઈ ડેમના 6 દરવાજા ખોલી 1 લાખ ક્યુસેક પાણી તાપી નદીમાં છોડવામાં આવ્યું હતું. જે અંદાજિત મધ્યરાત્રી સુધીમાં તાપી નદીમાં છોડી દેવામાં આવ્યું હતું .

અન્ય સમાચારો પણ છે…

Leave a Comment