નરાધમને આજીવન કેદ:અંકલેશ્વરમાં સગીરાનું અપહરણ કરીને દુષ્કર્મ અચનારને કોર્ટે સજા ફટકારી; આરોપી વાન ચાલક સગીરાને સ્કૂલે લેવા-મુકવા જતો - Alviramir

નરાધમને આજીવન કેદ:અંકલેશ્વરમાં સગીરાનું અપહરણ કરીને દુષ્કર્મ અચનારને કોર્ટે સજા ફટકારી; આરોપી વાન ચાલક સગીરાને સ્કૂલે લેવા-મુકવા જતો

અંકલેશ્વરએક કલાક પહેલા

  • કૉપી લિંક
  • સગીરાને આરોપી હેરાનગતિ કરતા પિતાને જાણ કરતા અન્ય વાનમાં સગીરા સ્કૂલે જતી હતી
  • કોર્ટે આરોપીને કારાવાસની સજા ફટકારી

અંકલેશ્વરમાં પોલીસ કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતા વ્યક્તિની 14 વર્ષીય પુત્રી 21મી જુલાઈ 2017ના રોજ રાબેતા સમય મુજબ શાળાએ ગઈ હતી. તે સમયે આરોપી હીમાશું ઉર્ફે હેમંતભાઈ ઉર્ફે ગગો જયેશભાઈ કાછીયા પટેલે સગીરાને શાળાના ગેટ પરથી ખેંચીને તેની ગાડીમાં બેસાડી અપહરણ કર્યું હતું. આરોપીએ ત્યાંથી સગીરાને માંડવા હાઈવે ઉપરથી તારાપુર ચોકડીથી ખેડા તરફ આરોપીની ફોઈને ત્યાં લઈ જઈને રાત્રીના અલગ રૂમમાં સગીરા સાથે મરજી વિરૂધ દુષ્કર્મ આચર્યું હતું. ત્યારબાદ બીજા દિવસે સગીરાને આમોદ રોડ હાઈવ ઉપર છોડીને ભાગી ગયો હતો. ત્યારબાદ સગીરાએ માત-પિતાનો સંપર્ક કરી ઘરે પહોંચીને બનાવ અંગેની ફરીયાદ નોંધાવી હતી.

આરોપી સગીરાને સ્કૂલે લાવવા મુકવા જતો હતો
આરોપી હીમાશું ઉર્ફે હેમંતભાઈ ઉર્ફે ગગો જયેશભાઈ કાછીયા પટેલ તેને પોતાની મારૂતીવાનમાં સ્કુલે લઈ જવા મુકી જવાનું કામ કરતો હતો.આ સમય દરમિયાન આરોપી સગીરાને હેરાન પરેશાન કરતો હતો.આ અંગેની જાણ સગીરાએ તેના કોન્સ્ટેબલ પિતાને કરી હતી.જેથી તે સમયે પિતાએ આરોપીને ફોન ઉપર ઠપકો આપીને અન્ય વાન ચાલક સાથે સગીરાને સ્કૂલે મોકલી હતી.

આરોપી વાન ચાલક સ્કૂલ પરથી સગારીનું અપહરણ કરી ગયો હતો
સગીરા 27મી જુલાઈ 2017ના રોજ નવા મારુતિ વાન ચાલક સાથે સ્કૂલે ગઈ હતી.પરંતુ સ્કુલેથી તે પરત નહિ ફરતાં તેના માતા-પિતાએ ડ્રાયવરને પુછપરછ કરતા જાણવા મળ્યું હતું કે, સવારે સ્કુલ મુક્યા બાદ તે બપોરના સ્કુલ છુટયા બાદ ગાડી વાનમાં ૫૨ત આવી ન હતી. તે અંગે તપાસમાં.સગીરાએ જણાવ્યું હતું કે, તેની બહેનપણી તેને રોડ ત૨ફ લઈ આવેલી. ત્યાં આરોપી ઈકો ગાડી લઈને ઉભો હતો અને ભોગ બનનારને ધમકી આપી ઉપાડી ગયો હતો.

કોર્ટે આરોપીને કારાવાસની સજા ફટકારી

કોર્ટે આરોપીને કારાવાસની સજા ફટકારી

કોર્ટે વકીલની દલીલોને ગ્રાહ્ય રાખી સજા ફટકારી
સમગ્ર કેસ એડીશનલ એન્ટ ડી.સેસન્સ જજ વી.જે.કોલોત્રાએ સરકારી વકીલની દલીલોને ગ્રાહ્ય રાખીને આરોપી વિરૂધનો બળાત્કાર, અપનયન અને અપહ૨ણ તેમજ બાળકોના જાતીય અત્યારચાર અને શોષણનો ગુનો સાબિત થતાં ધી પ્રોટેકશન ઓફ ચીલ્ડ્રન ફોમૅ સેકસ્યુલ ઓફેન્સીસ એકટ 2012ની કલમ –4 મુજબ તમામ ગુનામાં કસુરવાર ઠેરવી આજીવન કારાવાસની સખત સજાનો તેમજ અને રૂપિયા 20 વીસ હાજરનો દંડ ફટકારી સાથે ભોગ બનનાર સગીરાને રૂ .7 લાખનું વળતર ચુકવવાનો હુકમ કરેલો છે .

અન્ય સમાચારો પણ છે…

Leave a Comment