નર્મદા જિલ્લામાં વરસાદે વિરામ લેતા તંત્ર એક્શનમાં:નુકસાનના સર્વેની કામગીરી અને ચૂકવાયેલ સહાયની સમીક્ષા; રસ્તાની કામગીરી પણ ઝડપથી પૂર્ણ કરવા જિલ્લા કલેકટરની સૂચના - Alviramir

નર્મદા જિલ્લામાં વરસાદે વિરામ લેતા તંત્ર એક્શનમાં:નુકસાનના સર્વેની કામગીરી અને ચૂકવાયેલ સહાયની સમીક્ષા; રસ્તાની કામગીરી પણ ઝડપથી પૂર્ણ કરવા જિલ્લા કલેકટરની સૂચના

નર્મદા (રાજપીપળા)5 મિનિટ પહેલા

  • જિલ્લા કલેકટર ડી.એ.શાહના અધ્યક્ષપદે સંકલન-સહ-ફરિયાદ નિવારણ સમિતિની બેઠક યોજાઈ

નર્મદા જિલ્લા કલેકટર ડી.એ.શાહની આગેવાનીમાં રાજપીપળા કલેક્ટર કચેરી ખાતે જિલ્લા સંકલન-સહ-ફરિયાદ નિવારણ સમિતિની બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. આ બેઠકમાં જિલ્લાના અન્ય કામોની વાત છોડી જે જગ્યાએ ભારે વરસાદ પડ્યો અને તેનાથી જે પૂરની પરિસ્થિતિ અંગે ચર્ચા કરવામાં આવી હતી. જીલ્લામાં સર્જાયેલ તારાજીમાં કેટલાક લોકો તણાયા અને કેટલાક લોકોના ઘરોમાં પાણી ભરાઈ ગયું, ખેડૂતોના ખેતરમાં પાણી ભરાઈ ગયું ઠેર-ઠેર નુકસાન જ નુકસાન જોવા મળ્યું હતુ. જિલ્લામાં આવી પરિસ્થિતિમાં સંકલકન સહ ફરિયાદ નિવારણની બેઠકમાં જિલ્લા કલેક્ટર ડી એ શાહે ઉપસ્થિત “ટીમ નર્મદા” ના સંબંધિત વિભાગના અમલીકરણ અધિકારીઓને જિલ્લામાં વરસાદથી સર્જાયેલી પરિસ્થિતિમાં રાજપીપળા નગરપાલિકા વિસ્તાર સહિત જિલ્લાના તમામ પાંચેય તાલુકાઓના અસરગ્રસ્ત વિસ્તારોમાં પ્રભાવિત થયેલા લોકો-પરિવારો માટે થઇ રહેલી સર્વેની કામગીરી અને ચૂકવાયેલ સહાયની સમીક્ષા કરી. બાકી રહેતી ચૂકવવાપાત્ર થતી વ્યક્તિઓ માટેની કામગીરી ઝડપભેર પૂર્ણ કરવા અને આવા પરિવારોને કેશડોલ્સ, ઘરવખરી, કપડાં, મકાન-ઝુંપડા, માનવ-પશુ મૃત્યુના કિસ્સામાં સંબંધિતોને સરકારી ધારાધોરણ મુજબ સહાયની ઝડપ ભેર ચૂકવણી કરી. આ કામગીરી શક્ય તેટલી વહેલી તકે પૂર્ણ થાય તે જોવાની સખત સૂચનાની સાથોસાથ મુખ્યમંત્રીના કાર્યાલય તરફથી પ્રાપ્ત થયેલા પ્રશ્નોના પણ સત્વરે સુચારું ઉકેલ સાથે જિલ્લા પ્રસાશનને અહેવાલ રજૂ કરવાની પણ તાકીદ કરી હતી.

રાજપીપળા જિલ્લા સંકલન-સહ-ફરિયાદ નિવારણ સમિતિની બેઠક યોજાઈ

રાજપીપળા જિલ્લા સંકલન-સહ-ફરિયાદ નિવારણ સમિતિની બેઠક યોજાઈ

કરજણ ડેમ ખાતે સુવિધાઓ વધારવા આદેશ આ સાથે સરદાર સરોવર ડેમની જેમ કરજણ ડેમ ખાતે પણ પર્યાપ્ત માત્રામાં સી.સી.ટી.વી કેમેરા તાકીદે ગોઠવવા, લોકોના તણાઇ જવાની દુર્ધટના ભવિષ્યમાં ન બને તે માટે ENTRY-EXIT POINT ઉપરાંત સુરક્ષાની દ્રષ્ટિએ જોખમી તમામ જગ્યાઓએ ફેન્સીંગ કરીને સિક્યુરીટી પોઇન્ટ માટે જરૂરી કાર્યવાહી કરવા, કરજણ ડેમ ખાતે કમાન્ડ એન્ડ કંટ્રોલ રૂમને અદ્યતન કરવા, વિવિધ સૂચનો-માહિતી દર્શાવતા બોર્ડનું નવેસર થી પેઇન્ટીંગ કરવા, રાજપીપલા ખાતેનું કરજણ યોજના હસ્તકનું રેસ્ટ હાઉસ અદ્યતન કરવા, કરજણ ડેમના નિર્માણ બાદ નિયમાનુસારની ડીસીલ્ટીંગની કામગીરી તાકીદના ધોરણે હાથ ધરવા, ડેમમાંથી વધુ પાણી છોડવામાં આવે ત્યારે વળાંકના વિસ્તારમાં થતાં ધોવાણને અટકાવી રાજપીપળા શહેરના વિસ્તારને કોઇ નુકશાન ન થાય તે માટેની સત્વરે જરૂરી કાર્યવાહી અગ્રતા ધોરણે હાથ ધરવા પણ કરજણ જળાશય યોજનાના ઇજનેરને સખત તાકીદ કરી હતી.

અન્ય સમાચારો પણ છે…

Leave a Comment