નર્મદા (રાજપીપળા)15 મિનિટ પહેલા
ગુજરાત માટે સારા સમાચાર મળી રહ્યા છે કે, ગુજરાતની જીવાદોરી સરદાર સરોવર નર્મદા ડેમની સપાટીમાં સતત વધારો નોંધાઈ રહ્યો છે અને છેલ્લા બે દિવસમાં નર્મદા બંધની જળસપાટી માં 2 મીટર જેટલો વધારો નોંધાયો છે. અને છેલ્લા 24 કલાક માં 42 સેમીનો વધારો નોંધાઈ રહ્યો છે.
દરરોજ નોંધાઈ રહ્યો છે જળસ્તરમાં વધારો
ગુજરાતની જીવાદોરી નર્મદા બંધની જળ સપાટીમાં વધારો નોંધાઇ રહ્યો ગત રોજ નર્મદા બંધની સપાટી 120.22 મીટરે હતી. નર્મદા ડેમના કેચમેન્ટ વિસ્તાર અને મધ્ય પ્રદેશમાં સારો વરસાદ પડતા જે પાણી સીધું સરદાર સરોવરમાં આવી રહ્યું છે. હાલ ઉપરવાસમાંથી 35,696 ક્યૂસેક પાણીની આવક થઈ રહી છે. એટલે સપાટીમાં વધારો નોંધાઇ રહ્યો છે. હાલ નર્મદા ડેમમાં 1257 MCM (મ્યુલીયન ક્યુબિક મીટર ) લાઈવ પાણીનો જથ્થો છે અને ગુજરાત માટે કેનાલમાં 3,632 ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે. સારા વરસાદને પગલે આ વર્ષે નર્મદા બંધ 138.68 મીટર સુધી પાણી ભરાશે એવી શક્યતા વધી છે એટલે આ વર્ષ ખૂબ સારું કહી શકાય.