નર્મદા ડેમ પાસે ભૂકંપ:સરદાર સરોવર ડેમથી 10 કિ.મી.ના એરીયામાં 3.2ની તિવ્રતાનો ભૂકંપનો આંચકો; ઈમારતો પરથી લોકો ઝટ-પટ નીચે ઉતર્યા - Alviramir

નર્મદા ડેમ પાસે ભૂકંપ:સરદાર સરોવર ડેમથી 10 કિ.મી.ના એરીયામાં 3.2ની તિવ્રતાનો ભૂકંપનો આંચકો; ઈમારતો પરથી લોકો ઝટ-પટ નીચે ઉતર્યા

નર્મદા (રાજપીપળા)24 મિનિટ પહેલા

  • કૉપી લિંક

સરદાર સરોવર નર્મદા ડેમથી દક્ષિણ-પૂર્વ બાજુએ 10 કિ.મી.ના એરીયામાં 16/07/2022ના રોજ બપોરના 1:00 વાગ્યાના સમયગાળામાં સરદાર સરોવર-નર્મદા ડેમથી દક્ષિણ-પૂર્વ બાજુએ 10 કિલોમીટરના એરીયામાં 3.1 ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. જેમાં ડેમની ઉપરની દક્ષિણ-પૂર્વ બાજુએ નર્મદા જિલ્લાના ડેડીયાપાડા તાલુકાના માથાસર, કણજી, વાંદરી તથા પાનખલા ગામો 10 કિ.મી. એરીયામાં આવેલા ગામોમાં તલાટી મારફત તપાસ કરાવતા ભૂકંપના આંચકાની કોઇ અસર થયેલ નથી. તેમજ કોઇ જાન-માલને નુકશાન થયેલ નથી.

પ્રવાસીઓમાં ભયનો માહોલ
નર્મદા જિલ્લાના કેવડિયા પાસે આજે ભૂકંપનો અનુભવ થયો હતો. અહીં પ્રવાસીઓની હાજરી હોઈ પ્રવાસીઓમાં પણ આ કારણે સામાન્ય ભય જોવા મળ્યો હતો. બે ઘડી લોકો ભૂકંપ વધુ જોખમી ન બને તેવી પ્રાથના કરવા લાગ્યા હતા. રિક્ટર સ્કેલ ઉપર તેની તીવ્રતા 3.2 હોવાનું સામે આવ્યું છે. જેને પગલે પંથકના બહુમંજીલા ઈમારતો પરથી લોકોને નીચે ઉતરી જવાની ફરજ પડી હતી.

ડેમની મજબુતાઈને લીધે કોઈ અસર થઈ નહીં
કેવડિયા વિસ્તારમાં બપોરે 2 વાગ્યાના અરસામાં ભૂકંપનો આંચકો આવ્યો હતો. બહુમાળી ઈમારતો પર રહેતા લોકોને તેનો વિશેષ અનુભવ થયો હતો. તે લોકો દોડીને ઈમારતની બહાર આવી ગયા હતા. જોકે આ સમયે તેમને અને ત્યાં હાજર લોકોને પણ એવો સવાલ થયો હશે કે ભૂકંપને કારણે નર્મદા ડેમને કશું નુકસાન થયું છે કે કેમ, તો નર્મદા ડેમ 6.5 રિક્ટર સ્કેલનો ભૂકંપ આવે તો પણ ન તૂટે તેટલી મજબૂતીથી બનાવાયો છે. તો અહીં હાલ બધુ જ સુરક્ષિત છે કોઈ ચિંતાનો વિષય નથી.

અન્ય સમાચારો પણ છે…

Leave a Comment