સુરેન્દ્રનગર6 મિનિટ પહેલા
- કૉપી લિંક

- સુરેન્દ્રનગર જીલ્લા કલેક્ટર કચેરી ખાતે અર્ધનગ્ન હાલતમાં રજૂઆત કરતા તંત્રના અધિકારીઓમાં દોડધામ મચી જવા પામી
સુરેન્દ્રનગર સંયુક્ત પાલિકાના વોર્ડ નંબર પાંચના રહીશો અને મહિલાઓએ કલેકટર કચેરી ખાતે અર્ધનગ્ન હાલતમાં અનોખો વિરોધ કર્યો હતો. જેમાં સુરેન્દ્રનગર જીલ્લા કલેક્ટર કચેરી ખાતે અર્ધનગ્ન હાલતમાં રજૂઆત કરતા તંત્રના અધિકારીઓમાં દોડધામ મચી જવા પામી હતી.

સુરેન્દ્રનગર સંયુક્ત પાલિકાના વોર્ડ નંબર પાંચના રહીશો અને મહિલાઓએ કલેકટર કચેરી ખાતે અર્ધનગ્ન હાલતમાં અનોખો વિરોધ કર્યો હતો. જેમાં નગરપાલિકા વોર્ડ નંબર પાંચમા આવેલા ચામુંડાપરા વિસ્તારમા ચાલવા માટેના મુખ્ય રસ્તા પર ખાનગી જમીનના માલિક દ્વારા ગેરકાયદેસર દબાણ કરવામાં આવતા આ વિસ્તારના રહીશોમાં ભારે રોષની લાગણી ફેલાઇ જવા પામી હતી.

200થી વધુ પરિવારોની હાલાકી વધી
જેમાં આ વિસ્તારમાં છેલ્લા ઘણા સમયથી ચાલવા માટેનો રસ્તો બંધ થઈ જતાં અંદાજે 200થી વધુ પરિવારોને ભારે હાલાકી પડી રહી છે. આ ઉપરાંત આ વિસ્તારમાં પ્રાથમિક સુવિધાઓ પણ પૂરી પાડવામાં ન આવતા આ વિસ્તારના લોકોને પારાવાર મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યોં છે. સુરેન્દ્રનગર જીલ્લા કલેક્ટર કચેરી ખાતે અર્ધનગ્ન હાલતમાં રજૂઆત કરતા તંત્રના અધિકારીઓમાં દોડધામ મચી જવા પામી હતી.
આથી આ વિસ્તારના રહીશો દ્વારા તાત્કાલિક ચાલવા માટેના મુખ્ય રસ્તા પરનું દબાણ દૂર કરી રસ્તો ખુલ્લો કરવાની માંગ કરવામાં આવી હતી. સુરેન્દ્રનગર જીલ્લા કલેક્ટર કચેરી ખાતે અર્ધનગ્ન હાલતમાં રજૂઆત કરતા તંત્રના અધિકારીઓમાં દોડધામ મચી જવા પામી હતી.