નવસારીમાં તારાજી બાદની સ્થિતિ:મહિલાએ ભાવુક થઇને કહ્યું, 'અમે કોને કહેવા જઇએ, કોઇ મદદ નથી કરતું, પૂરમાં બધું તણાઇ ગયું, અનાજ બગડી ગયું, હવે ખાવું શું?' - Alviramir

નવસારીમાં તારાજી બાદની સ્થિતિ:મહિલાએ ભાવુક થઇને કહ્યું, 'અમે કોને કહેવા જઇએ, કોઇ મદદ નથી કરતું, પૂરમાં બધું તણાઇ ગયું, અનાજ બગડી ગયું, હવે ખાવું શું?'

  • Gujarati News
  • Local
  • Gujarat
  • Navsari
  • In The Village Of Navsari, People Spent Days On Roofs And Trees In Floods, But What To Do Now? The Woman Got Emotional And Told The Story

નવસારીએક કલાક પહેલા

  • પૂરના પાણીમાં વાસણ, અનાજ સહિતની તમામ ઘર વખરી તણાઇ ગઇ
  • સતત ચાર દિવસ લોકોએ પાણીમાં દિવસો વિતાવ્યા હતા

નવસારી જિલ્લામાં ધોધમાર વરસાદથી તારાજી સર્જાઈ છે. પૂર્ણા, અંબિકા અને કાવેરી નદીઓ ગાંડીતૂર બનતા શહેરમાં જળબંબાકારની સ્થિતિ બની હતી. નવસારી નગરપાલિકામાં સમાવાયેલા કાછીયાવાડી ગામના હળપતિ વાસમાં ઘરોમાં 5 ફૂટ સુધી ભરાયા હતા. સતત ચાર દિવસ સુધી સ્થાનિકોએ પાણીમાં રાતો વિતાવી હતી. હવે પૂરના પાણી તો ઓસરી ગયાં, પણ સ્થાનિકોની હાલત ખરાબ થઇ ગઇ છે. દિવ્યભાસ્કરે હળપતિ વિસ્તારની મુલાકાત લેતાં સ્થાનિક લખીબેને આંસુ સાથે જણાવ્યું હતું કે, ‘પાણીમાં બધુ તણાઇ ગયું. ખાવાના ફાંફા પડે છે. સુવુ ક્યાં તે મોટો પ્રશ્ન છે, તમે અમારી આટલી મદદ કરો તો ભગવાન તમારૂ ભલું કરે.’

સ્થાનિકોની વેદના
હળપતિ વાસમાં રહેતાં લખીબેને રડમસ ચહેરે દિવ્યભાસ્કર સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, ‘અમારી પરિસ્થિતિ ખુબ જ ખરાબ છે. અમે કોને કહેવા જઇએ. તમારા જેવા લોકો આવે તેમને કહીએ છીએ. બાકી કોઇ મદદ કરતું નથી કે સાંભળતું નથી. પૂરમાં વાસણો બધા તણાઇ ગયા, પીપડામાં ભરેલું અનાજ બધુ બગડી ગયું. હવે ખાવુ શું? અને સુવુ ક્યાં? અમારી આટલી આટલી મદદ કરો તો ભગવાન તમારૂ ભલું કરે.’

ઘરોમાં 5 ફૂટ પાણી ભરાયા હતા
નવસારી નગરપાલિકામાં સમાવાયેલા કાછીયાવાડી ગામના હળપતિ વાસમાં ઘરોમાં 5 ફૂટ પાણી ભરાયા હતા. સતત 4 દિવસો સુધી પાણી રહેતા આદિવાસીઓએ ઘરની છત પર, પોતાના ઘરમાં પાણીમાં પલંગ અને પીપળાના ઝાડ પર બેસીને દિવસો વિતાવ્યા હતા. આ વિકસ દિવસો વિત્યાબાદ સ્થાનિકોને એમ હતું કે હાશ હવે શાંતિ પણ શાંતિ કરતા વધુ વિકટ પરિસ્થિતિ હવે શરૂ થઇ છે. કારણ કે, પૂરમાં બધુ તણાઇ જતા લોકોને ખાવાના ફાંફા પડી રહ્યા છે.

મદદ તો દૂર કોઇ જોવા પણ નથી આવ્યા
લોકોની આવી કફોડી સ્થિતિ હોવા છતાં પાલિકાના નગરસેવકોએ પૃચ્છા પણ કરી નથી. ત્યારે ગામના આગેવાનોએ આ આદિવાસી પરિવારોને ભોજન પહોંચાડવાની વ્યવસ્થા કરી હતી. ત્યારે નગરસેવકો કે પાલિકાના આધિકારીઓને રજૂઆતો બાદ પણ કોઈ કોઈએ આજ સુધી ધ્યાન ન આપતા સ્થાનિકોમાં રોષ જોવા મળ્યો છે. સાથે જ સરકારી સહાયની પણ આશા સેવી રહ્યા છે.

નવસારીનો 15% વિસ્તાર દોઢ દિવસ પાણીમાં
નવસારીમાં બુધવારે રાત્રે 10 વાગ્યે પૂર્ણાએ ભયજનક સપાટી વટાવ્યા બાદ પૂરના પાણી શહેરના 15 ટકા વિસ્તારમાં ફરી વળ્યાં હતા. આ પૂરના પાણી શુક્રવારે 10 વાગ્યાની આસપાસ રહ્યાં બાદ ઓસર્યા હતા. 40 હજાર લોકો આ વિસ્તારમાં પાણીથી ઘેરાયેલ રહ્યાં હતાં.

માલમિલકતની નુકસાનીનું સરવે થશે
અતિવૃષ્ટિના કારણે વરસાદ, પૂરના પાણી હજારો ઘર, દુકાનો વગેરેમાં ઘૂસી જતા કરોડો રૂપિયાનું માલમિલકત, ઘરવખરીને નુકસાન થયું હતું. વરસાદી પાણી ભરાતા ખેતીના પાકને પણ નુકસાન થયું છે. જોકે નુકસાનીનો આંક સરવે બાદ જ જાણી શકાશે.

અન્ય સમાચારો પણ છે…

Leave a Comment