અરવલ્લી (મોડાસા)14 મિનિટ પહેલા
- ગોલમાલ હૈ ભાઈ સબ ગોલમાલ હૈ
ચોમાસામાં ઠેર-ઠેર રસ્તાની ગુણવત્તા સારી ના હોવાના કારણે રસ્તા તૂટી જવાની ઘટનાઓ બનતી હોય છે. ત્યારે શામળાજીથી હિંમતનગર નેશનલ હાઇવે પર શામલપુર અને આસપાસના ગામો આગળ પસાર થતા આ નેશનલ હાઇવે પર પહેલા વરસાદે જ બે-બે ફૂટ ઊંડા ખાડા પડી ગયા છે. શામળાજી એ રાજસ્થાન ગુજરાતની સરહદે આવેલું છે. જેથી રાજસ્થાન તરફથી ગુજરાતમાં આવતા હજારો નાના-મોટા અને ભારે વાહનો આ રસ્તેથી પસાર થાય છે.

દસ દિવસમાં જ બ્રિજ બંધ કરાયો
રસ્તાની ગુણવત્તા સામે સવાલ
વાહન ચાલકો આવા મસ મોટા ખાડાઓથી ભારે પરેશાનીનો સામનો કરતા હોય છે. ઘણી વખત વાહનોમાં મોટી નુકશાની આવતી હોય છે. અનેક વખત આવા ખાડામાં આવેલ રોડથી અકસ્માતો પણ સર્જાતા હોય છે. ત્યારે હાઇવે ઓથોરિટી દ્વારા બનાવવામાં આવેલ રસ્તાની ગુણવત્તા સામે સવાલ ઉભા થાય છે. પ્રિમોન્સૂન કામગીરી પણ કરવામાં આવતી નથી. ત્યારે કરોડોનો ટેક્સ ભરતા વાહન ચાલકોમાં ભારે રોષ વ્યાપેલો જોવા મળે છે. ત્યારે નેશનલ હાઇવે પર ઠેર-ઠેર પડેલા ખાડા ઝડપથી પુરવામાં આવે જેથી નિર્દોષ વાહનચાલકોને અકસ્માતનો ભોગ ના બનવું પડે.