નશાનો વેપાર:ભરુચ SOGની ટીમે પાંચ કિલો ગાંજો અને વિદેશી દારૂ ઝડપ્યો, બે શખ્સોની ધરપકડ - Alviramir

નશાનો વેપાર:ભરુચ SOGની ટીમે પાંચ કિલો ગાંજો અને વિદેશી દારૂ ઝડપ્યો, બે શખ્સોની ધરપકડ

ભરૂચએક કલાક પહેલા

  • કૉપી લિંક
  • 59 હજાર 300ની કિંમતનો 5 કિલોથી વધુ ગાંજાનો જથ્થો કબ્જે
  • અન્ય કાર્યવાહીમાં વિદેશી દારૂ સહિત 1.43 લાખનો મુદ્દામાલ જપ્ત

ભરૂચ શહેર અને જિલ્લામાં નશાકારક વસ્તુઓનું ઉત્પાદન અને વેચાણ બંધ થાય એ માટે પોલીસ દ્વારા વિશેષ તકેદારી રાખવામા આવી રહી છે. જેના ભાગરૂપે ભરુચ સ્પેશિયલ ઓપરેશન ગૃપના સભ્યો નર્મદા ચોકડી નજીક પેટ્રોલિંગમાં હતા. એ દરમિયાન બાતમી વાળી કાર આવતા તેને અટકાવી કારમાં તપાસમાં કરતાં બોનેટના ભાગે સંતાડેલ રૂ. 59 હજાર 300ની કિંમતનો 5 કિલોથી વધુ ગાંજાનો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે આરોપી હાર્દિક ભાટ્કની ધરપકડ કરી હતી. આરોપી ભરૂચના ઝાડેશ્વર રોડ પર આવેલા સહજાનંદ કોમ્પ્લેક્ષનો રહેવાસી છે અને તેણે સુરતના એક ઈસમ પાસેથી ગાંજાનો જથ્થો લીધો હોવાનું બહાર આવ્યું છે. પોલીસે મામલામાં આરોપીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

બાતમીના આધારે ઝડપાયો
આવી જ રીતે સી. ડિવીઝન પોલીસે ભરૂચના ગાયત્રી મંદિર પાસેથી વિદેશી દારૂ ભરેલ કાર ઝડપી પાડી હતી. ભરૂચના ગાયત્રી મંદિર પાસેથી વિદેશી દારૂ ભરેલ કાર સાથે એક બુટલેગરને ઝડપી પાડ્યો અન્ય એક ફરાર થઇ ગયો હતો. ભરૂચ સી ડીવીઝન પોલીસ મથકનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો તે દરમિયાન બાતમી મળી હતી કે, સુરત તરફથી અગાઉ પ્રોહીબીશન એક્ટના ગુનામાં પકડાયેલા બુટલેગર આલોક સિંગ ચંદ્રવલીસિંગ રાજપૂત સ્વીફ્ટ કારમાં વિદેશી દારૂ ભરીને ગાયત્રી મંદિર પાસે આવનાર છે.

એક ઝડપાયો એક ફરાર
બાતમીના આધારે પોલીસે વોચ ગોઠવી હતી તે દરમિયાન બાતમી વાળી કાર આવતા પોલીસે તેને અટકાવવાનો ઈશારો કરતા એક ઇસમ કાર મૂકી ફરાર થઇ ગતો હતો. જ્યારે અન્ય એકને પકડી પાડ્યો હતો. પોલીસે કારમાં તપાસ કરતા તેમાંથી વિદેશી દારૂની 54 નંગ બોટલ મળી આવી હતી. પોલીસે 20 હજારનો દારૂ અને ફોન-૩ તેમજ કાર મળી કુલ 1.43 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો અને સુરતના અમરોલી વિસ્તારમાં આવેલ શ્યામ કોમ્પ્લેક્ષમાં રહેતો ચંદ્રવલી કિસબહાદુરસિગ સિંગને ઝડપી પાડ્યો હતો. જયારે મુખ્ય સુત્રધાર ફરાર થઇ ગયો હતો.

અન્ય સમાચારો પણ છે…

Leave a Comment