નહેરમાં મસમોટું ગાબડું:વાંસદામાં સર્જાયેલી તારાજી બાદ જરી ગામે કાંઠાની નહેરમાં 20 ફૂટનું ગાબડું પડ્યું, આજુબાજુના ખેતરોમાં પાણી ફરી વળતા ખેડૂતોને નુકસાન - Alviramir

નહેરમાં મસમોટું ગાબડું:વાંસદામાં સર્જાયેલી તારાજી બાદ જરી ગામે કાંઠાની નહેરમાં 20 ફૂટનું ગાબડું પડ્યું, આજુબાજુના ખેતરોમાં પાણી ફરી વળતા ખેડૂતોને નુકસાન

  • Gujarati News
  • Local
  • Gujarat
  • Navsari
  • After The Devastation In Vansda, Jari Village Has A 20 feet Gap In The Bank Canal, Causing Damage To The Farmers As The Water Overflows Into The Surrounding Fields.

નવસારી33 મિનિટ પહેલા

  • કૉપી લિંક
  • વાંસદા તાલુકામાં ધોધમાર વરસાદને પગલે ઘોડાપૂર આવ્યાં હતા

નવસારી જિલ્લામાં બે દિવસ અગાઉ સાંબેલાધાર વરસાદ ખાબક્યો હતો. જેને પગલે જનજીવન અસ્તવ્યસ્ત થયું હતું. વાંસદા તાલુકામાં જ 16 ઇંચ જેટલો વરસાદ પડ્યો હતો, જ્યારે ઉપરવાસના જિલ્લાઓમાં પણ વરસેલા ભારે વરસાદે નદીઓમાં ઘોડાપૂર આવવા સાથે જ આકાશી પાણીને કારણે વાંસદા પાણી-પાણી થયું હતું. ત્યારે વાસદાના જરી ગામે કાંકરા પર ડાબા કાંઠાની નહેરમાં ગાબડું પડ્યું હતું.

ખેડૂતોને મોટુ નુકસાન વેઠવાનો વારો આવ્યો
ઝરી ગામના ડુંગરી ફળિયા પાસેથી પસાર થતી ઉકાઈ-કાકરાપાર ડાબા કાંઠા નહેરમાં દક્ષિણ તરફ મોટુ ગાબડું પડયું છે. અંદાજે 20થી25 ફૂટનું ગાબડું પડ્યું છે. જેના કારણે નહેરમાંથી સિંચાઈનું પાણી આગળ ખેરગામ તાલુકા તરફ જતું અટક્યું છે. તેમજ તૂટેલા ભાગમાંથી આસપાસના ખેડૂતોના ખેતરોમાં પાણી ભરાયા હતા. જેથી ખેડૂતોને મોટુ નુકસાન વેઠવાનો વારો આવ્યો છે. ખાસ કરીને ડાંગરના ધરૂ, ઉભી શેરડી તેમજ નર્સરી ઉદ્યોગ માટે જાણીતા ઝરીના કેટલાક લોકોના પ્લાન્ટ પણ ઘસડાઈ ગયા હતા. જેને કારણે નર્સરી ઉદ્યોગ સાથે ખેડૂતોને લાખોનું નુકસાન થવાની શક્યતા જોવાઇ રહી છે.

નહેર વિભાગ સમારકામ ક્યારે કરશે?
નહેર વિભાગ વહેલી તકે નહેરમાં પડેલા અંદાજે 20 થી 25 ફૂટના ગાબડાને પુરે તેવી આશા લોકો સેવી રહ્યા છે. જોકે, અત્યાર સુધીમાં અધિકારીઓ અહીં ફરક્યા પણ ન હોવાની ફરિયાદ ઉઠી રહી છે.

અન્ય સમાચારો પણ છે…

Leave a Comment