નિધન:જૂનાગઢના જૂની પેઢીના મહિલા અગ્રણીનું નિધન - Alviramir

નિધન:જૂનાગઢના જૂની પેઢીના મહિલા અગ્રણીનું નિધન

જૂનાગઢએક કલાક પહેલા

  • કૉપી લિંક
  • ઉપરકોટમાં લોકો માટે સૌપ્રથમ વખત બગીચો બનાવડાવ્યો હતો

જૂનાગઢના જૂની પેઢીના મહિલા અગ્રણી જાહન્વીબેન ભાસ્કરભાઇ ઉપાધ્યાયનું આજે જૈફવયે નિધન થયું હતું. તેઓ લાંબા સમયથી બિમાર હતા. તેમને મહિલાઓના ઉષ્કર્ષ અને આર્થિક રીતે પગભર બને એ માટે અનેક સ્વયંસેવી સંસ્થાઓ અંતર્ગત કાર્યક્રમો અમલમાં મૂક્યા હતા.જૂનાગઢના જૂની પેઢીના મહિલા અગ્રણી જાહન્વીબેન ભાસ્કરભાઇ ઉપાધ્યાયનું આજે જૈફવયે નિધન થયું હતું. તેઓએ વર્ષો પહેલાં મહિલાઓ માટેની સહકારી શરાફી મંડળી શરૂ કરી અનેક ગરીબ મહિલાઓને સ્વરોજગાર માટેની આર્થિક સહાય આપી હતી.

આ ઉપરાંત મહિલાઓએ બનાવેલી વસ્તુઓના વેચાણ માટે પ્રદર્શનનું આયોજન કર્યું હતું. આ ઉપરાંત મહિલા સંગઠનોમાં પણ આગળ પડતી ભૂમિકા ભજવી હતી. વર્ષ 1977 ના અરસામાં તેઓ જૂનાગઢ નગરપાલિકામાં જનતા પાર્ટીની બોડી વખતે નગરસેવક તરીકે ચૂંટાઇ આવ્યા હતા.

નગરપાલિકાની બાગ બગીચા કમિટીના ચેરમેન તરીકે તેમણે સૌપ્રથમ વખત ઉપરકોટમાં બગીચો બનાવી લોકો દર રવિવારે ત્યાં ફરવા જઇ શકે એ રીતે વિકસાવ્યો હતો. બ્રહ્મસમાજના ભામાશા ગણાતા સ્વ. ભાસ્કરભાઇ ઉપાધ્યાયના ધર્મપત્ની હતા. તેમણે થોડા વખતથી સિનીયર સિટીઝન મહિલાઓ માટે ખાસ વિનામૂલ્યે ડે કેર પણ શરૂ કર્યું છે.

અન્ય સમાચારો પણ છે…

Leave a Comment