નિમણૂક:સુરત APMCના ચેરમેન પદે અંતે રમણ પટેલની બિનહરીફ વરણી, વિવાદમાં ઘેરાયેલા પૂર્વ ચેરમેનની સૂચક ગેરહાજરી - Alviramir

નિમણૂક:સુરત APMCના ચેરમેન પદે અંતે રમણ પટેલની બિનહરીફ વરણી, વિવાદમાં ઘેરાયેલા પૂર્વ ચેરમેનની સૂચક ગેરહાજરી

સુરત29 મિનિટ પહેલા

  • કૉપી લિંક

કથિત ભ્રષ્ટાચાર અને સગાવાદના પગલે વિવાદોનું કેન્દ્ર બનેલ ખેતીવાડી બજાર ઉત્પન્ન સમિતિ માટે રમણ જાની દ્વારા ચેરમેન પદે રાજીનામું આપ્યા બાદ આજે રમણ પટેલની બિનહરીફ વરણી કરવામાં આવી છે. જેમાં વિવાદમાં ઘેરાયેલા પૂર્વ ચેરમેન રમણ જાનીની સૂચક ગેરહાજરી દેખાઈ હતી.

રજીસ્ટ્રાર પણ ગેરહાજર રહ્યા
APMC માર્કેટના વાઇસ ચેરમેન સંદીપ દેસાઈ દ્વારા આ સંદર્ભની દરખાસ્ત રજૂ કરવામાં આવી હતી. જેને મોહન પટેલ દ્વારા સમર્થન આપવામાં આવ્યું હતું.અલબત્ત આજે યોજાયેલ બેઠક દરમિયાન પૂર્વ ચેરમેન રમણ જાણી અને જિલ્લા રજીસ્ટ્રારની સૂચક ગેરહાજરી નજરે જોવા મળી હતી.

બિનહરીફ વરણી
છેલ્લા કેટલાક મહિનાઓથી એપીએમસી માર્કેટમાં ત્રણ દાયકા જેટલા સમયગાળા દરમિયાન એક હથ્થુ શાસન કરનાર રમણ જાનીનો વિરોધ કરવા ડિરેક્ટર એ રણશીંગો ફૂંક્યું હતું. ભારે વિવાદો અને આક્ષેપોને પગલે અંતે રમણ જાની દ્વારા APMCના ચેરમેન પદેથી ભારે હૈયે રાજીનામું આપવામાં આવ્યું હતું. જો કે રમણ જાની દ્વારા ચેરમેન પદેથી રાજીનામું આપ્યા બાદ APMCમાં નવા ચેરમેન માટે આજે એક મહત્વપૂર્ણ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં ચેરમેન પદ માટે રમણ અંબાલાલ પટેલની ઉમેદવારીની દરખાસ્ત સંદીપ દેસાઈ દ્વારા કરવામાં આવી હતી. જેને મોહન પટેલ દ્વારા સમર્થન આપવાની સાથે જ રમણ પટેલની દાવેદારી પ્રબળ બની હતી અને બિન હરીફ વરણી કરવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે…

Leave a Comment