નિર્ણય:સિવિલમાં તસ્કરના ફોટા મુકાશે, CCTV વધારાશે - Alviramir

નિર્ણય:સિવિલમાં તસ્કરના ફોટા મુકાશે, CCTV વધારાશે

રાજકોટ19 મિનિટ પહેલા

  • કૉપી લિંક
  • ACP સહિતની ટીમે સત્તાધીશો સાથે બેઠક કરી
  • ખિસ્સાકાતરુથી સાવધાનના બોર્ડ લગાડાશે

સિવિલ હોસ્પિટલમાંથી છાશવારે દર્દીના પરિવારજનો અને તબીબોના મોબાઇલ, પર્સ અને વાહનોની ઉઠાંતરીના કિસ્સા બને છે, આ પ્રમાણ વધતાં શનિવારે એસીપી સહિતની ટીમ હોસ્પિટલે પહોંચી હતી અને હોસ્પિટલના સત્તાધીશો સાથે બેઠક કરી એક્શન પ્લાન ઘડી કાઢ્યો હતો, હોસ્પિટલમાં તસ્કર, પાકીટમારોના ફોટા કેમ્પસમાં લગાવવાનો નિર્ણય કરાયો હતો.

એસીપી દિયોરા સહિતના પોલીસ અધિકારીઓ અને સિવિલ હોસ્પિટલના આરએમઓ ડો.એમ.સી.ચાવડા સહિતના તબીબો વચ્ચે હોસ્પિટલમાં બેઠક થઇ હતી, ચોરીને અટકાવવા માટે શું કરવું તે માટે વિવિધ મુદ્દે ચર્ચા કરવામાં આવી હતી, ચોરીના બનાવ ક્યા વોર્ડમાં વિશેષ બને છે, ત્યાં સીસીટીવી કેમેરા કેટલા છે?

ક્યાં દિવસોમાં ચોરી વધુ બને છે, ક્યા સમયે ચોરીની ઘટના બને છે સહિતની માહિતી એકત્રિત કરવામાં આવી હતી. એસીપી દિયોરાએ જણાવ્યું હતું કે, મોબાઇલ અને પર્સ ચોરી સહિતના ગુનામાં અગાઉ ઝડપાઇ ચૂકેલા શખ્સોના ફોટાની પ્રિન્ટ કાઢી હોસ્પિટલમાં અલગ અલગ સ્થળે લગાવવામાં આવશે, આ ઉપરાંત ખિસ્સાકાતરુથી સાવધાન તેવા લખાણવાળા બોર્ડ પણ લગાવવામાં આવશે, હોસ્પિટલ કેમ્પસમાં કેટલા સીસીટીવી કેમેરા છે અને જે સ્થળે ઓછા કેમેરા હોય ત્યાં વધુ કેમેરા લગાવવાનો પણ નિર્ણય કરવામાં આવ્યો હતો.

કેમ્પસમાં ચોરી કરતા તત્ત્વોને સ્થાનિક સિક્યુરિટી સ્ટાફ દ્વારા પકડીને પોલીસને સોંપાતા હોય છે, પરંતુ મોબાઇલ કે પર્સ ચોરી કરનાર પાસેથી ચોરાઉ મુદ્દામાલ હાથવગો થઇ જતાં ભોગ બનનાર ફરિયાદ કરતા નથી અને તેથી આવા ગઠિયાઓ બીજા દિવસે ફરીથી હોસ્પિટલ કેમ્પસમાં ઓપરેશન પાર પાડે છે, સિક્યુરિટી સ્ટાફ ઉપરાંત ખાનગી ડ્રેસમાં પોલીસ બંદોબસ્ત ગોઠવવાનો પણ પ્લાન ઘડાયો હતો.

અન્ય સમાચારો પણ છે…

Leave a Comment