નિર્દય માતા:ગાંધીનગરના સરગાસણમાં પાપ છૂપાવવા માતાએ નવજાત બાળકને તરછોડ્યું, માટીથી લથબથ હાલતમાં બાળક મળી આવ્યું - Alviramir

નિર્દય માતા:ગાંધીનગરના સરગાસણમાં પાપ છૂપાવવા માતાએ નવજાત બાળકને તરછોડ્યું, માટીથી લથબથ હાલતમાં બાળક મળી આવ્યું

ગાંધીનગર17 મિનિટ પહેલા

  • કૉપી લિંક
  • બાળક હાલ સિવિલમાં જીવન મરણનાં ઝોલા ખાઈ રહ્યું છે

ગાંધીનગરના સરગાસણથી અમદાવાદ તરફ જતા બ્રિજ પાસેના રોડથી દૂર આવેલા અવાવરુ ખેતરમાંથી હમણાં થોડા વખત અગાઉ જ તાજા જન્મેલા બાળકને તરછોડીને તેની માતા નાસી ગઈ હોવાનું પ્રકાશમાં આવ્યું છે. પાપ છૂપાવવા માટે નવજાત બાળકને તરછોડી દેવાની જાણ થતાં જ 108ની ટીમ પહોંચી ગઈ હતી. જ્યાં બાળક માટીથી લથબથ હતું અને કીડીઓ ચટકી ગઈ હતી. જેને હાલમાં સિવિલમાં સારવાર અપાઈ રહી છે.
‘મા’શબ્દને લાંછન લગાડતાં કિસ્સો
ગાંધીનગર શહેરમાં ‘મા’ શબ્દને લાંછન લગાડતાં કિસ્સો સામે આવ્યો છે. કહેવાય છે કે, બાળક તો ભગવાનનું સ્વરૂપ હોય છે. છેલ્લા કેટલાય સમયથી ગુજરાતના અનેક ખૂણેથી નવજાત બાળકોને ત્યજી દેવાના કિસ્સા સામે આવી રહ્યા છે. ત્યારે આજે ગાંધીનગરના સરગાસણથી અમદાવાદ તરફ જતા બ્રિજ પાસેના રોડથી દૂર આવેલા અવાવરુ ખેતરમાંથી નવજાત બાળક રડતું હોવાનો અવાજ સાંભળીને રાહદારીએ 108 ને જાણ કરી હતી.

108 એમ્બ્યુલન્સની ટીમે બાળકનું રેસ્કયૂ કર્યું
108 એમ્બ્યુલન્સની ટીમના હાર્દિક ગોસ્વામી અને જગદીશ રાવલ દ્વારા તુરંત બાળકનું રેસ્કયૂ કરવામાં આવ્યું હતું. બાદમાં બાળકને એમ્બ્યુલન્સમાં સારવાર શરૂ કરી હતી. ત્યારે માલુમ પડયું હતું કે નવજાત બાળકને શ્વાસ લેવામાં તકલીફ પડી રહી છે. જેથી CPR આપવામાં આવ્યું હતું. પણ બાળક તાજું જન્મેલું હોવાથી ERCP ડો. પલકને ફોન કરવામાં આવ્યો હતો. જેમણે ટેલિફોન ઉપર જરૂરી માર્ગદર્શન આપતા હાર્દિકભાઈ અને જગદીશભાઇએ એ મુજબની બાળકને પ્રાથમિક સારવાર આપી ઓક્સિજન આપ્યો હતો.
સિવિલમાં બાળકની સારવાર ચાલી રહી છે
​​​​​​​
બાદમાં નવજાત બાળકને તાત્કાલિક ગાંધીનગર સિવિલ હોસ્પિટલ લઈ જવાયું છે. જ્યાં બાળક જીવન મરણનાં ઝોલા ખાઈ રહ્યું છે. જેને બચાવી લેવા માટે ગાંધીનગર સિવિલના ડો. પરેશ સહિતની ટીમ હાલમાં ખડેપગે સારવાર કરી કરી રહી છે.

અન્ય સમાચારો પણ છે…

Leave a Comment