નિર્દેશ:શિવસેના - શિંદે જૂથ બહુમતીના ઠોસ પુરાવા રજૂ કરે; ચૂંટણી પંચ - Alviramir

નિર્દેશ:શિવસેના – શિંદે જૂથ બહુમતીના ઠોસ પુરાવા રજૂ કરે; ચૂંટણી પંચ

મુંબઈ2 કલાક પહેલા

  • કૉપી લિંક
  • શિવસેનાના ચિહ્ન ધનુષ્યબાણનો ફેંસલો 8 ઓગસ્ટ સુધી મુલતવી રખાયો

ઉદ્ધવ ઠાકરે અને એકનાથ શિંદે વચ્ચે શિવસેના પક્ષ પર હક માટે લડાઈ ચાલુ છે જે હવે જુદા વળાંક પર આવી છે. આ વિવાદ હવે ચૂંટણી પંચના દરવાજે પહોંચ્યો છે. પંચે ઉદ્ધવ ઠાકરે અને શિંદે જૂથને બહુમતીના કાગળપત્ર પર પુરાવા રજૂ કરવાનો નિર્દેશ આપ્યો છે. એના માટે 8 ઓગસ્ટ સુધીની મુદત આપવામાં આવી છે. બંને તરફની રજૂઆત સાંભળ્યા બાદ પંચ સુનાવણી કરશે. શિવસેનાનું ચૂંટણી ચિહ્ન ઘનુષ્યબાણ કોની પાસે જશે એ બાબતે 8 ઓગસ્ટના ફેંસલો થશે.

એકનાથ શિંદે સાથે શિવસેનાના 40 કરતા વધારે વિધાનસભ્યોએ બળવો કર્યા પછી પક્ષમાં મોટું ભંગાણ પડ્યું. બળવા બાદ શિંદે જૂથે ભાજપ સાથે યુતિ કરીને સત્તા સ્થાપના કરી. એકનાથ શિંદેએ મુખ્યમંત્રી અને દેવેન્દ્ર ફડણવીસે ઉપમુખ્યમંત્રીના શપથ લીધા. એ પછી શિંદે જૂથ પર કાર્યવાહી કરતા શિવસેનાના સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરી છે. બીજી તરફ શિંદે જૂથે સાચી શિવસેના અમારી એવો દાવો કર્યો છે. તેમ જ શિવસેનાના ચિહ્ન ધનુષ્યબાણ પર શિદે જૂથ તરફથી હક જતાવવામાં આવ્યો છે.

આ બાબતે શિંદે જૂથે ચૂંટણી પંચને પત્ર લખીને પોતાના જૂથને શિવસેના તરીકે માન્યતા આપવામાં આવે એવી માગણી કરી હતી. પહેલાં સુપ્રીમ કોર્ટમાં આ બાબતે લડાઈ ચાલુ હતી. હવે આ વિવાદ ચૂંટણી પંચ પાસે પહોંચ્યો છે. ચૂંટણી પંચ બંને તરફની રજૂઆત સાંભળીને પોતાનો નિર્ણય જાહેર કરશે. એના માટે બંને બાજુના જૂથને 8 ઓગસ્ટના પુરાવાઓ કાગળપત્ર સાથે રજૂ કરવાનો નિર્દેશ આપ્યો છે. તેથી શિવસેના કોની એ વિવાદનો ઉકેલ ટૂંક સમયમાં થશે.

અન્ય સમાચારો પણ છે…

Leave a Comment