નિશુલ્ક સેવા:જૂનાગઢમાં 15 વર્ષથી નિ:શુલ્ક ખાટીયા સામગ્રી પુરી પાડતા સેવાભાવી - Alviramir

નિશુલ્ક સેવા:જૂનાગઢમાં 15 વર્ષથી નિ:શુલ્ક ખાટીયા સામગ્રી પુરી પાડતા સેવાભાવી

જૂનાગઢ32 મિનિટ પહેલા

  • કૉપી લિંક
  • મંદિર પરિસરમાં જ પાણીની વ્યસેવા નિશુલ્કવસ્થા ઉભી કરી નળ કનેકશન લગાવ્યા

કોઈ પરિવારના સ્વજનનું નિધન થાય એ સમયે આસપાસનાં લોકો ખાટીયાની વ્યવસ્થા કરી આપતા હોય છે. જો કે, જૂનાગઢ શહેરમાં ખલીલપુર રોડ પર આવેલ શુભેશ્વર મહાદેવ મંદિરે છેલ્લા 15 વર્ષથી આ સેવા નિશુલ્ક પુરી પાડવામાં આવી રહી છે. આ ઉપરાંત સ્મશાન યાત્રા દરમિયાન સ્નાન કરવાનું પણ મહત્વ હોય જેથી આ મંદિર પરિસરમાં પાણીની વ્યવસ્થા ઉભી કરી નળ કનેકશન પણ તૈયાર કરવામાં આવ્યા છે.

વાત કરીએ જૂનાગઢ શહેરના ખલીલપુર રોડ પર રહેતા નરોત્તમભાઈ છગનભાઈ ચૌહાણની તો શુભેશ્વર મહાદેવ મંદિર ખાતે છેલ્લા 15 વર્ષથી ખાટીયા માટેની સામગ્રીની નિશુલ્ક સેવા આપી રહ્યાં છે. જેમાં નાળિયાર, દોણી સહિતની વસ્તુઓ મંદિર પરિસરમાં એક કબાટમાં રખાય છે. તેમજ મંદિર પરિસરમાં પોતાની રીતે નળ કનેકશન લગાવી અહીં મહિલાઓ માટે સ્નાન કરવા માટેની વ્યવસ્થા કરી આપી છે.

સાથે કોઈ પણનો ફોન આવતા જ પોતે પાણીની મોટર ચાલુ કરવા દોડી આવે છે. અને ક્યાંક બહાર ગામ જવાનું થાય તો મંદિરના પુંજારીને ચાવી આપતા જાય છે. આ કાર્યમાં આ વિસ્તારમાં જય પાન નામની દુકાન ધરાવતા વ્યક્તિ પણ આર્થિક સહયોગ આપી આ સેવાનો લાભ લઈ રહ્યાં છે.

અન્ય સમાચારો પણ છે…

Leave a Comment