નુકશાન:વાંસદા તાલુકામાં પડેલા ધોધમાર વરસાદમાં ખેતી પાક સહિત જમીન ધોવાણનું ભારે નુકશાન - Alviramir

નુકશાન:વાંસદા તાલુકામાં પડેલા ધોધમાર વરસાદમાં ખેતી પાક સહિત જમીન ધોવાણનું ભારે નુકશાન

વાંસદાએક કલાક પહેલા

  • કૉપી લિંક
  • દસ દિવસ પડેલ અવિરત વરસાદને પગલે તાલુકામાં ખેતીના પાકોની નુકશાની સાથે જમીન ધોવાણ પણ થયું છે

વાંસદા તાલુકામાં એક અઠવાડિયા સુધી મુશળધાર વરસાદ પડતાં સમગ્ર તાલુકાના નદી, નાળા, કોતરો સહિત ખેતરો માંથી વરસાદી પાણી વહેતા રોડ રસ્તા સહિત ખેડૂતોની ખેતીની જમીન અને શેરડી ભાત સહિત અન્ય પાકોમાં ભારે નુકશાન વેઠવાનો વારો આવ્યો છે. ખેડૂતોની ખેતી જમીન માંથી પાણી નીકળતા ઠેર ઠેર ધોવાણ થયું છે. જેને કારણે ખેતરોમાં પાણી ઘેરાઈ નહિ રહેતા ખેતી કરવામાં પણ હાલાકી પડી રહી છે. વાંસદા તાલુકામાં છેલ્લા 10 દિવસથી પડી રહેલા ધોધમાર વરસાદના કારણે સમગ્ર વાંસદા તાલુકામાં નદી, નાળા, કોતરોમાં પુર જેવી પરિસ્થિતિ ઊભી થઇ હતી. વરસાદી પાણી વધારે વહેતા ગામડાઓમાં રોડ રસ્તાઓ ઉપર ખાડાઓ અને નાના પુલકાઓનું ધોવાણ થયું હતું. કેલકછ, ધરમપુરી, કૂરેલીયા ભીનાર, હોલીપાડા, સરા, બારતાડ, નાની વાલઝર, પ્રતાપનગર, ઝરી જેવા અનેક ખેતરોના પાળા તૂટી જમીનનું ધોવાણ થયુ હતું. જેના પગલે ખેડૂતોની શેરડી, ભાતનું ડાંગર, શાકભાજી સહીત અન્ય પાકોનું નુકશાન થયું હતું. ખેતરોમાં પાળાનું ધોવાણ થતા ખેતરોમાં પાણીનો ભરાવો નહીં રેહવાથી ભાતની રોપણી કરવામાં પણ મુશ્કેલી પડી રહી છે.

શેરડી ઉપરાંત શાકભાજીના પાકમાં પણ નુકશાન
વાંસદામાં પુર જેવી પરિસ્થિતિ ઊભી થઇ હતી. અમારી શેરડી સહીત શાકભાજીમાં ઘણા નુકશાન સાથે જમીનનું પણ ધોવાણ થયું છે. તો સરકાર અમારી આર્થિક મદદ કરે એવી ખેડૂતોની માંગ છે. >રતિલાલ લાલજીભાઈ પટેલ

ખેતરોના પાળા તૂટી ગયા છે
અમારા વિસ્તારમાં ધોધમાર વરસાદના પગલે ખેતરોના પાળા તૂટી જતાં પાણી રહ્યું નથી. હાલમાં ભાતની રોપણી કરવા માટે બોરિંગથી પાણી કાઢવા માટે થ્રી ફેસ લાઈટની જરૂરત છે. તો લાઈટ દિવસમાં મળે તો ભાતની રોપણી કરી શકાય એમ છે.>ગુબલભાઈ રણછોડભાઈ પટેલ, ખેડૂત, કેલકછ, વાંસદા

સરકાર સરવે કરી વળતર આપે
વાંસદા તાલુકામાં પડેલા ધોધમાર વરસાદના કારણે અમારા ખેતરોનો ધોવાણ થયું છે. જેમાં ખેતી કરવામાં હાલાકી પડી રહી છે. સરકાર અમારી ખેતી કરવા માટે મદદરૂપ બને અને નુકશાનીની ભરપાઈ કરાવે ખેતરો ધોવાતા પાયમાલ થઈ ગયા છે. સર્વે કરાવી યોગ્ય વળતર પૂરો પાડે એવી અમારી માંગ છે.- >રવિન્દ્રભાઈ કરશનભાઈ ગામીત, ખેડૂત, કેલકછ,

અન્ય સમાચારો પણ છે…

Leave a Comment