નોટિસ:પાલિકાની શાળામાં વિદ્યાર્થીઓ સાથે જાતિય સતામણી મામલે શાસનાધિકારીને નોટિસ - Alviramir

નોટિસ:પાલિકાની શાળામાં વિદ્યાર્થીઓ સાથે જાતિય સતામણી મામલે શાસનાધિકારીને નોટિસ

સુરતએક કલાક પહેલા

  • કૉપી લિંક

આચાર્યની લંપટલીલા, આરોપી નિશાંત વ્યાસ

  • શાસનાધિકારી સાથે શિક્ષણ સમિતિના સભ્યો જવાબદાર હોવાના આરોપ
  • આચાર્ય સામે ફરિયાદ છતાં કાર્યવાહીમાં ઢિલાશ દાખવતા ખુલાસો માંગ્યો

શિક્ષણ સમિતિની પુણામાં આવેલી શાળા નંબર 300માં લંપટ આચાર્ય નિશાંત વ્યાસ દ્વારા વિદ્યાર્થીઓ સાથે જાતિય સતામણી કરવાના ગંભીર પ્રકરણમાં શાસનાધિકારી વિમલ દેસાઇને શો-કોઝ નોટીસ ફટકારવામાં આવી છે. પાલિકા સંચાલિત પુણાની શાળા નંબર 300માં સ્કૂલની અંદર આચાર્ય રૂમ, બાથરૂમ તથા વર્ગખંડમાં વિદ્યાર્થીઓ સાથે જાતિય સતામણી થવાના અતિગંભીર મામલામાં જ્યારે શિક્ષણ સમિતિ કચેરી સુધી ફરિયાદ આવી હતી ત્યારે કાર્યવાહી કરવામાં ઢીલાશ દાખવવામાં આવી હતી.

આ મામલે બાળકો સાથે જાતિય સતામણી કરનાર આચાર્યની બદલી કરવાની વાત તો દૂર રહી પરંતુ શાસનાધિકારીએ તપાસ કરવા સુધીની તસ્દી લીધી ન હતી. માસુમ બાળકો સાથે કરાયેલી જાતિય સતામણીનો આ ગંભીર મામલો મહાનગરપાલિકા કમિશનર બીએન. પાની સુધી પહોંચ્યો ત્યારે તપાસ શરૂ કરવામાં આવી અને આચાર્ય નિશાંત વ્યાસને સસ્પેન્ડ કરવામાં આવ્યો હતો. જેથી ફરિયાદ હોવા છતાં શાસનાધિકારી દ્વારા કાર્યવાહી કરવામાં કેમ નોટિસ આપી ખુલાસો માંગવામાં હોવાની માહિતી સાંપડી છે.

જો કે, આ અતિ ગંભીર પ્રકરણમાં મહત્વની વાત એ કે શાસનાધિકારી સાથે ચેરમેન સહિતના સભ્યો પણ એટલા જ જવાબદાર છે. પુરાવા હોવા છતાં તેઓએ પણ ધૃતરાષ્ટ્રની ભૂમિકા ભજવી હતી. માસૂમ વિદ્યાર્થીઓ સાથે જાતિય સતામણી કરવાના એક નહિં સંખ્યાબંધ વિડીયો હોવા છતાં પાલિકા સંચાલિત શિક્ષણ સમિતિના શાસકો દ્વારા આ ગંભીર મામલે કાર્યવાહી કરવાને બદલે પ્રકરણને દબાવવાના પ્રયાસ કરવામાં આવ્યા હતા. શિક્ષણ સમિતિના શાસકપક્ષના સભ્યો પાસે ચાર મહિના અગાઉ જ આ પ્રકરણમાં વિડીયો સાથેના પુરાવા આવી ગયા હતા. પરંતુ પાર્ટીની છબી ખરડાઇ એમ હોય મામલો રફેદફે કરવામાં આવ્યો હતો. સમિતિના સભ્યોના ઇશારે શાસનાધિકારીએ કોઇ કાર્યવાહી ન કરી હોવાની માહિતી સાંપડી છે.

અન્ય સમાચારો પણ છે…

Leave a Comment