ન્યુયોર્કમાં 12મી વર્લ્ડ જોરાષ્ટ્રીયન કોન્ફરન્સ:પારસી સમુદાયના યુવાનોને જરથોસ્તી ધર્મને આગળ લઇ જવા વડાદસ્તુરે હાંકલ કરી; 16 દેશમાંથી 1200 લોકોએ ભાગ લીધો - Alviramir

ન્યુયોર્કમાં 12મી વર્લ્ડ જોરાષ્ટ્રીયન કોન્ફરન્સ:પારસી સમુદાયના યુવાનોને જરથોસ્તી ધર્મને આગળ લઇ જવા વડાદસ્તુરે હાંકલ કરી; 16 દેશમાંથી 1200 લોકોએ ભાગ લીધો

વાપી5 કલાક પહેલા

  • કૉપી લિંક

પારસી સમુદાયનું ન્યુયોર્કમાં 12મી વર્લ્ડ જોરાષ્ટ્રીયન કોગ્રેસની કોન્ફરન્સનું આયોજન કરાયું હતું.જેમાં 16 દેશોમાંથી 1200 લોકો આવ્યા હતાં. કાર્યક્રમ ફેડરેશન જોરાષ્ટ્રીયન એસોસિયેશન ઓફ નોર્થ અમેરિકા દ્રારા થયું હતું.જેમાં પારસી સમુદાયનાં વડાદસ્તુર ઉદવાડાગામના ખુરશેદ દસ્તુરજીએ જણાવ્યું કે યુવાનોએ પોતાના કોમની સંસ્કૃતિની જાળવણી માટે આગળ આવવાની જરૂર છે. તો સંસ્કૃતિ અને આવનારી પેઢી તે માર્ગે જશે તો જ સંસ્કૃતિ ટકી શકશે.

કોઇપણ સમુદાયની સંસ્કૃતિ પોતાના ધર્મ અને આસ્થા (શ્રધ્ધા) પર ચાલી રહી છે. યુવાનોએ પોતાની સંસ્કૃતિને આગળ લઇ જવા માટે હાંકલ કરી હતી. કોન્ફરન્સના કો ચેર અરઝાન વાડિયા,આસ્તાદ કલબવાલા હતા. લંડનનાં લોર્ડ કરણ બિલીમોરયાએ પારસી કોમનાં વડવાઓ આપણી સંસ્કૃતિ કેવી રીતે આગળ લઇ ગયા તેની માહિતી આપી હતી.

સુપ્રિમકોર્ટનાં નિવૃત જજે ઇરાનથી લઇ હિન્દુસ્તાન સુધીની ગાથા વર્ણવી હતી
કોન્ફરન્સમાં વકતા તરીકે ભારત સુપ્રીમકોર્ટનાં હાલમાં જ નિવૃત થયેલા જસ્ટીશ રોહિગ્ટન નરીમાને ઇરાન થી હિન્દુસ્તાન સુધીની પોતાની કોમનાં વડવાઓની સંઘર્ષનો ઇતિહાસ કેવી રીતે આગળ લઇ ગયા તેનાં વિશે વિસ્તૃત માહિતી આપી હતી.તેમજ પારસી મહાનુભાવો સાયરસ પુનાવાલા,ફલી નરીમાન વગેરે અનેક પારસી અગ્રણીઓનું સન્માન કરાયું હતું. કોન્ફરન્સમાં પાંચ કોમનાં ધર્મગુરૂઓ જેમાં પારસી,ખ્રિસ્તી,યહુદી, હિન્દુ અને શીખ સમુદાયનાં ધર્મગુરૂઓએ પણ ભાગ લીધો હતો.જેમાં પોતાની સંસ્કૃતિની જાળવણી કેવી રીતે કરવી તેમજ આવનારી પેઢીના યુવાનો આ બાબતે આગળ આવી ધર્મ અને સંસ્કૃતિ ટકાવી રાખવા ચર્ચા વિચારણા કરી હતી.

અન્ય સમાચારો પણ છે…

Leave a Comment