પતિની કરતૂત:ટૂંકા કપડાં પહેરીને ક્લબમાં જવા એરહોસ્ટેસને પતિ દબાણ કરતો, લગ્નના 15 દિવસ બાદ દુબઈ જતો રહ્યો - Alviramir

પતિની કરતૂત:ટૂંકા કપડાં પહેરીને ક્લબમાં જવા એરહોસ્ટેસને પતિ દબાણ કરતો, લગ્નના 15 દિવસ બાદ દુબઈ જતો રહ્યો

અમદાવાદ43 મિનિટ પહેલા

  • કૉપી લિંક

પ્રતિકાત્મક તસવીર

  • પતિ દુબઈમાં એક્સિસ ઓડિટીંગ ફોમમાં નોકરી કરતો તેથી એરહોસ્ટેસ પણ 15 દિવસ બાદ ત્યાં જઈ ચડી

અમદાવાદ શહેરમાં મહિલા પર અત્યાચારના બનાવો વચ્ચે વધુ એક બનાવ પોલીસ ચોપડે નોંધાયો છે. શહેરમાં રહેતી એર હોસ્ટેસ એવી પત્નીએ દુબઈ રહેતા તેના પતિ વિરુદ્ધ મહિલા પૂર્વ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. જેમાં ટૂંકા કપડા પહેરીને ક્લબમાં જવા પતિ તેના પર દબાણ કરતો હોવાનો ઉલ્લેખ કરાયો હતો. જ્યારે પતિ લગ્નના 15 દિવસ બાદ દુબઈ જતો રહ્યો હોવાનું કહેવામાં આવ્યું છે.

દુબઈમાં અઠવાડિયું સારો વ્યવહાર કર્યો
નિશા ( ફરિયાદી યુવતીનું નામ બદલવામાં આવ્યું છે)નાં લગ્ન 2016માં કેરાલા ખાતે સમાજનાં રીત-રિવાજ મુજબ રાજીવ ( આરોપી પતિનું નામ બદલવામાં આવ્યું છે) સાથે થયા હતા. યુવતી પતિ અને સાસરિયાઓ સાથે કેરળ રહેવા જતા રહી હતી. ફરિયાદીનો પતિ દુબઈમાં એક્સિસ ઓડિટિંગ ફર્મમાં નોકરી કરતો હોવાથી લગ્નનાં 15 દિવસ બાદ દુબઈ જતો રહ્યો હતો. પતિએ વિઝા કઢાવતાં નિશા પોતે એર હોસ્ટેસ હોવાથી એકલી દુબઈ પહોંચી ગઈ હતી. જ્યાં 7 દિવસ સુધી પતિએ તેને સારી રીતે રાખી હતી.

પહેલાં મિસ કેરેજ થઈ ગયું
જોકે, બાદમાં પતિએ તેનું પોત પ્રકાશ્યું હતું. રાજીવ દારૂ પીવાની ટેવ ધરાવતો હોવાથી નાની નાની વાતમાં ઝઘડો કરીને એરહોસ્ટેસને માર મારતો હતો. લગ્નનાં એક વર્ષ બાદ નિશાને ગર્ભ રહેતા સારા દિવસો હોવા છતાં પતિ સારસંભાળ રાખતો ન હતો. તેમજ શોર્ટ કપડાં પહેરવાનું તેમજ ક્લબમાં જવાનું કહેતો, જે બાબત નિશાને પસંદ ન હોવાથી ના પાડતા પતિએ તે પ્રેગ્નેન્ટ હોવા છતાં માર માર્યો હતો. જેના કારણે બે મહિનાં બાદ યુવતીને મિસ ડિલિવરી થઈ હતી.

પ્રેગ્નન્ટ થતાં નિશાને કેરળ મોકલી
જે બાદ વર્ષ 2018માં એક વર્ષ બાદ ફરીવાર નિશાને સારા દિવસો રહેતા પતિનાં કહેવાથી તે કેરળ ખાતે સાસરિયાઓ સાથે રહેવા આવી ગઈ હતી. ત્યારે તેમનાં સમાજનાં રિવાજ પ્રમાણે પેટમાં રહેલા બાળકની નામકરણની વિધિ કરાવવાનું જણાવતા સાસરિયાઓએ પતિ આવશે, ત્યારે જ નામકરણ થવું જોઈએ તેમ જણાવી યુવતીને હેરાન કરી ઘરમાંથી કાઢી મૂકી હતી. બાદ ડિલિવરી સમયે નિશાનો પતિ રાજીવ ભારત પરત ફર્યો હતો. નિશાએ દીકરીને જન્મ આપ્યો હતો.

પતિ-પત્ની વચ્ચે અવારનવાર ઝઘડા થતાં
યુવતીનાં દિયરનાં લગ્ન પતિને પસંદ ન હોવાથી તે ફરિયાદી અને તેની દીકરી અને માતાને લઈને દુબઈ જતો રહ્યો હતો. અવારનવાર પતિ દ્વારા પોતાનાં મિત્રોને ઘરે લાવીને દારૂ પાર્ટી કરવામાં આવતી. તેમજ દીકરીની કોઈ પણ પ્રકારની સારસંભાળ પણ ન રાખવામાં આવતા નિશા અને પતિ રાજીવ વચ્ચે ઝઘડો થતાં નિશાની માતા ભારત પરત આવી ગયા હતા.

ચેટ મુદ્દે કહેતાં પતિનો ગુસ્સો, નિશાને ભારત પરત મોકલી
થોડા સમય બાદ ફરી દુબઈ બોલાવી લીધી હતી. થોડા સમય બાદ યુવતીનો પતિ દારૂ પીને સૂઈ રહ્યો હતો, ત્યારે રાતનાં સમયે પતિની એક્સ ગર્લફ્રેન્ડનાં તેનાં ફોનમાં મેસેજ આવતા નિશાએ ફોન ચેક કરતા તેમાં પતિની યુવતી સાથે ચેટ મળી આવી હતી. જે બાબતે પતિને કહેવા જતા તેણે નિશા પર ગુસ્સો કર્યો હતો, જેથી કંટાળીને ફરિયાદી નિશાએ દુબઈમાં નોકરી કરવાનું શરૂ કર્યું હતું.

2021માં વતન આવીને દીકરીને જન્મ આપ્યો
2021માં નિશાને ફરી પ્રેગ્નન્સી રહેતાં પતિને જાણ કરતાં તેને આ બાબત ન ગમતા તેણે નોકરી છોડાવી કેરળ ખાતે પરત મોકલી હતી. જે દરમિયાન યુવતીએ બીજી દીકરીને જન્મ આપતા પતિ મળવા આવ્યો હતો અને તે સમયે મોટી દીકરીનો પાસપોર્ટ સહિતનાં ડોક્યુમેન્ટ માંગતા ફરિયાદીએ ના પાડતા તે મોટી દીકરીને લઈને જતો રહ્યો હતો. યુવતીનો પતિ દીકરીને લઈને ગમે ત્યારે દુબઈ જતો રહે તેવો ભય સતાવતા તેણે અવારનવાર પતિને ફોન કરી સંપર્ક કરવાનો પ્રયાસ કર્યો હતો. જોકે પતિએ ફોન ન ઉપાડતા અંતે આ મામલે મહિલા પૂર્વ પોલીસ મથકમાં પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે તપાસ શરૂ કરી છે.

અન્ય સમાચારો પણ છે…

Leave a Comment