પત્નીએ પતિ સામે પોલીસ ફરિયાદ નોંધાવી:જૂનાગઢમાં મૈત્રી કરારથી રહેતી પરિણીતાના પુરૂષ મિત્ર પર પતિ અને દિયરે હુમલો કર્યો - Alviramir

પત્નીએ પતિ સામે પોલીસ ફરિયાદ નોંધાવી:જૂનાગઢમાં મૈત્રી કરારથી રહેતી પરિણીતાના પુરૂષ મિત્ર પર પતિ અને દિયરે હુમલો કર્યો

જૂનાગઢએક કલાક પહેલા

  • કૉપી લિંક
  • પત્નીએ પતિ અને દિયર સામે ફરિયાદ કરતા પોલીસે તપાસ હાથ ધરી

જૂનાગઢમાં ત્રણ દિવસ પહેલા જ મૈત્રી કરારથી રહેવા ગયેલી એક મહિલાના પુરૂષ મિત્ર પર તેણીના પતિ અને દિયરે ઘરે આવીને માર માર્યો હતો. તેમજ મારી નાખવાની ધમકી આપી હોવાથી પોલીસ ફરિયાદ નોંધાઈ છે.
ઘરે આવીને શખ્સને ત્રણ ચાર ફડાકા ઝીંકી દીધા
જૂનાગઢમાં હાલ ઝાંઝરડા રોડ પર નાલંદા એપાર્ટમેન્ટમાં રહેતી મહિલાના ખલીલપુર રોડ પર વિશ્વા સીટી એપાર્ટમેન્ટમાં રહેતા નયન મકવાણા સાથે લગ્ન થયા હતા. લગ્ન બાદ તેઓએ 9 વર્ષની એક દીકરી અને 5 વર્ષનો એક દિકરો છે. ત્યારે છેલ્લા 6 માસથી પરિણીતા ઝાંઝરડા રોડ પરના કેતન કિશોરભાઈ જોશીના પરિચયમાં આવતા પતિ-પત્ની વચ્ચે મનદુઃખ થયું હતું. ત્યારે દોઢ માસથી પરિણીતા તેના માતા-પિતા સાથે રહેતી હતી, પરંતુ ત્રણેક દિવસ પહેલા જ તેણીએ કેતન સાથે મૈત્રી કરાર કરીને તેના ઘરે રહેવા જતી રહી હતી. જેની જાણ થતા પરિણીતા પતિ નયન અને દિયર શિવાંગ બન્ને નાલંદા એપાર્ટમેન્ટ આવ્યા હતા અને દરવાજો ખખડાવીને કેતનને ગાળો આપી ત્રણ-ચાર ફડાકા ઝીકી મારી નાખવાની ધમકી આપી હતી. જેને લઈ પરિણીતાએ પતિ અને દિયર સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે.

અન્ય સમાચારો પણ છે…

Leave a Comment