પત્નીનું ઢીમ ઢાળી દીધું:સુરેન્દ્રનગરના નગવાડામાં બાળકો બાબતે પતિ-પત્ની વચ્ચે ઝઘડો થયો, ઘરેથી ભાગેલી પત્ની પાછળ દોડી ચોક વચ્ચે પતાવી દીધી - Alviramir

પત્નીનું ઢીમ ઢાળી દીધું:સુરેન્દ્રનગરના નગવાડામાં બાળકો બાબતે પતિ-પત્ની વચ્ચે ઝઘડો થયો, ઘરેથી ભાગેલી પત્ની પાછળ દોડી ચોક વચ્ચે પતાવી દીધી

  • Gujarati News
  • Local
  • Gujarat
  • Surendranagar
  • In Nagwara Of Surendranagar, There Was A Fight Between Husband And Wife Over Children, The Wife Ran Away From Home And Settled In The Middle Of The Square.

સુરેન્દ્રનગર9 મિનિટ પહેલા

  • કૉપી લિંક
  • ઝીંઝુવાડા પોલીસે હત્યારા પતિને ઝડપી આગળની તપાસ હાથ ધરી
  • પતિએ ખાટલાની લાકડાની જાડી ઇશ માથામાં ફટકારતા પત્નીનું મોત

સુરેન્દ્રનગર જિલ્લાના નગવાડા ગામે પતિએ પોતે જ પોતાની પત્નીને મોતને ઘાટ ઉતારી દેવાની ઘટના સામે આવતા સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. જેમાં ઘરમાં સંતાનો ઝઘડતા હોવાથી એમને છુટા પાડવા બાબતે બોલાચાલી થતા પતિ-પત્ની વચ્ચે જોરદાર ઝઘડો થયો હતો. જેમાં પતિએ ખાટલાની લાકડાની જાડી ઇશ ભાગવા જઇ રહેલી પત્નીને માથામાં ફટકારતા પત્ની બેભાન થઇને ઢળી પડ્યા બાદ દવાખાને લઇ જવાતા કમકમાટીભર્યું મોત નિપજ્યું હતુ. ઝીંઝુવાડા પોલીસે હત્યારા પતિની અટક કરી કાર્યવાહી હાથ ધરી છે.

ખેતમજૂરી કરતા પતિએ હત્યા કરી
સુરેન્દ્રનગર જિલ્લાના મેરા ગામે પુત્રએ પોતાની સાવકી માતા-પિતાનું રાત્રીના અંધારામાં ગળુ કાપી નાખ્યું હતુ. જેમાં માતાનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નિપજ્યું હતુ. જ્યારે લીંબડી ખાતે એક ભાઇએ પોતાની સગી બહેનની નિર્દયતાથી હત્યા કરી હતી. આ ગોઝારી ઘટનાના પડઘા હજી શમ્યા નથી ત્યાં સુરેન્દ્રનગર જિલ્લાના પાટડી તાલુકાના નગવાડા ગામે રહી ખેતમજૂરી કામ કરતા 35 વર્ષીય પ્રવિણ તળશીભાઇ મકવાણાએ પોતાની પત્નીની હત્યા કરી છે.

માથામાં લાકડાના ઘા માર્યા
પ્રવિણ તળશીભાઇ મકવાણા પોતાની પત્ની મીનાબેન, બે બાળકો અને માતા-પિતા સાથે સંયુક્ત કુટુંબમાં રહે છે. ત્યારે ઘરમાં બાળકો રમતા-રમતા ઝઘડવા લાગતા પત્ની મીનાબેને પોતાના પતિ પ્રવિણને બાળકોને ઝઘડતા છોડાવવાનું કહેતા બહારથી મજૂરી કામ કરીને થાકીને આવેલા પ્રવિણે પોતાની પત્ની મીનાબેન સાથે જોરદાર ઝઘડો અને ગાળા-ગાળી બાદ મારા મારી થઇ હતી. આથી નગવાડા વણકર વાસમાં રહેતી મીનાબેન ઘરની બહાર નીકળીને મોહલ્લામાં ભાગવા ગઇ હતી. ત્યારે પ્રવિણ લાકડાની જાડી ઇશ લઇને એને મારવા પાછળ દોડ્યો હતો અને થોડી દૂર એની પાછળ ભાગીને પત્નીના માથામાં લાકડાની જાડી ઇશના ત્રણથી ચાર ફટકા માર્યા હતા.

હત્યામાં વપરાયેલું લાકડું.

હત્યામાં વપરાયેલું લાકડું.

પોલીસે તપાસ હાથ ધરી
મીનાબેનને માથામાં જોરદાર ઇજાઓ પહોંચતાએ લોહિલુહાણ હાલતમાં બેભાન થઇને ત્યાં જ ઢળી પડી હતી. બાદમાં એને 108 એમ્બ્યુલન્સ વાનમાં સારવાર અર્થે દસાડા સરકારી હોસ્પિટલે લઇ જવાતા સારવાર મળે એ પહેલા જ મીનાબેન મકવાણાનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નિપજ્યું હતુ. આ ઘટનાની જાણ થતાં ઝીંઝુવાડા પીએસઆઇ સહિતનો પોલીસ સ્ટાફ તાકીદે ઘટનાસ્થળે દોડી જઇ મૃતક મહિલા મીનાબેન મકવાણાની લાશને પોસ્ટ મોર્ટમ માટે પાટડી સરકારી હોસ્પિટલે મોકલી આપી હત્યારા પતિ પ્રવિણ ઝડપી લીધો હતો. હત્યારા પ્રવિણની માતા રેવીબેનની ફરીયાદના આધારે ઝીંઝુવાડા પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે…

Leave a Comment