પરિણામ જાહેર:ધો.10 અને 12ની પરીક્ષામાં વડનગર નવોદય વિદ્યાલયનું 100 % પરિણામ - Alviramir

પરિણામ જાહેર:ધો.10 અને 12ની પરીક્ષામાં વડનગર નવોદય વિદ્યાલયનું 100 % પરિણામ

મહેસાણાએક કલાક પહેલા

  • કૉપી લિંક

પ્રતીકાત્મક તસ્વીર

  • સીબીએસસી દ્વારા લેવાયેલી પરીક્ષાનું ઓનલાઇન પરિણામ જાહેર
  • મહેસાણા કેન્દ્રીય વિદ્યાલયના ધો 10માં 66, ધો.12માં 18 છાત્રો પાસ

સીબીએસસી દ્વારા દેશભરમાં લેવાયેલી ધોરણ 10 અને 12ની પરીક્ષાનું શુક્રવારે ઓનલાઇન પરિણામ જાહેર કરાયું હતું. જવાહર નવોદય વિદ્યાલય પૂણે રિજીયનમાં આવતા મહારાષ્ટ્ર અને ગુજરાતની 73 સ્કૂલોમાં ધો.12 સાયન્સમાં વડનગર નવોદય વિદ્યાલય 5મા રેન્કમાં આવ્યાનું આચાર્ય માલારામ ચૌધરીએ જણાવ્યું હતું.

વડનગર નવોદય વિદ્યાલયના ધો.10માં 79 અને ધો.12માં 40 છાત્રોએ પરીક્ષા આપી હતી. આ તમામ છાત્રો ઉતિર્ણ થતાં સ્કૂલનું 100 ટકા પરિણામ આવ્યું છે. ધો.10માં 91.5 ટકા સાથે ક્રિષી પટેલ પ્રથમ, 90.83 ટકા સાથે ચુડાસ્મા નિષ્ઠા દ્રિતીય અને 90.67 ટકા સાથે પ્રાચીકુમારી તૃતીય નંબરે આવી છે. જ્યારે ધોરણ 12 સાયન્સમાં 93 ટકા સાથે ક્રિસ ગોસ્વામી પ્રથમ, 92.8 ટકા સાથે અંસુમાન પ્રજાપતિ દ્રિતીય અને 92.2 ટકા સાથે ઓમ જોશી તૃતિય નંબરે આવ્યો કર્યો છે.

જ્યારે મહેસાણા કેન્દ્રીય વિદ્યાલયમાં ધોરણ 10માં 74 પૈકી 66 છાત્રો પાસ થયા છે, જ્યારે 8 છાત્રનું પરિણામ કમ્પાર્ટમેન્ટ આવ્યું હોઇ સુધારવાની પરીક્ષા થકી તક મળશે. કેન્દ્રીય વિદ્યાલયમાં ધો.10માં 97 ટકા સાથે હેંતાશી ગોર પ્રથમ નંબરે આવી છે. જ્યારે ધો.12 સાયન્સમાં તમામ 44 વિદ્યાર્થીઓ પાસ થતાં 100 ટકા પરિણામ આવ્યું છે. જેમાં 94.2 ટકા સાથે પ્રતિષ્ઠા કુમારી પ્રથમ નંબરે આવી છે. ધોરણ 12 કોમર્સમાં 20 પૈકી 18 છાત્રો પાસ થયા છે.

અન્ય સમાચારો પણ છે…

Leave a Comment