પરિણીતાની હત્યા:ફુલસરની મહિલાની હત્યા કરેલી હાલતમાં લાશ મળી આવી, અજાણ્યા હત્યારાઓની શોધખોળ શરૂ કરી - Alviramir

પરિણીતાની હત્યા:ફુલસરની મહિલાની હત્યા કરેલી હાલતમાં લાશ મળી આવી, અજાણ્યા હત્યારાઓની શોધખોળ શરૂ કરી

ભાવનગર37 મિનિટ પહેલા

  • ભાલના ગણેશગઢ-મેવાસા રોડપર બાવળની કાંટ માં પડેલી લાશનો કબ્જો લઈ તપાસ નો ધમધમાટ

ભાવનગર શહેરના ફુલસર વિસ્તારમાં રહેતી એક પરણીતાની હત્યા કરેલી હાલતમાં લાશ ભાલ પંથકમાં આવેલ ગણેશગઢ-મેવાસા રોડપર બાવળની કાંટ માથી મળી આવતા વેળાવદર ભાલ પોલીસે લાશનો કબ્જો લઈ તપાસનો ધમધમાટ આદર્યો છે.

પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી ગઈ હતી
સમગ્ર બનાવ અંગે પ્રાપ્ત થતી વિગતો અનુસાર ભાવનગર શહેરના ફૂલસર વિસ્તારમાં આવેલ રામદેવપીર ના મંદિર પાસે કાંગસીયા વાડ માં રહેતી દક્ષા શ્રવણ રાઠોડની લાશ ભાલ પંથકના ગણેશગઢ-મેવાસા રોડપર ગોકુળપરા વિસ્તાર તરીકે ઓળખાતી જગ્યામાં બાવળોની કાંટમા પડી હોવાની જાણ પોલીસને થતાં પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો અને લાશનો કબ્જો લઈ પ્રાથમિક તપાસ હાથ ધરી હતી જેમાં કોઈ વ્યક્તિ એ મહિલાની હત્યા કરી હોવાનું અનુમાન પોલીસે પ્રાથમિક તપાસ માં જાણવા મળ્યું હતું.

મૃતક પરણીતા ગામેગામ ફરી કટલરી વેચાણનો ધંધો કરે છે
મૃતક પરણીતા કાંગસીયા સમાજના રીત-રીવાજ મુજબ ગામેગામ ફરી કટલરી વેચાણનો ધંધો કરે છે જયારે તેનો પતિ છુટક મજૂરી કામ કરી જીવન નિર્વાહ ચલાવે છે આ અંગે મૃતક મહિલાના પરીવારને જાણ કરતાં તેના સ્વજનો ઘટના સ્થળે દોડી આવ્યા હતા આથી પોલીસે સ્થળપર પંચનામું કરી લાશને પીએમ માટે હોસ્પિટલમાં ખસેડી અજાણ્યા હત્યારાઓ વિરુદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે…

Leave a Comment